ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ  બે દિવસીય ભારતના પ્રવાસે - રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી: બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ બે દિવસીય પ્રવાસ પર આવી ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. જેમાં તેઓ હવામાન પરિવર્તન અને ટકાઉ નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રિન્સ ચાર્લ્સ આજે ભારતના હવામાન વિભાગ (આઈએમડી)ની મુલાકાતે આવ્યા છે. આ ઉપરાંત તેઓ ગુરુ નાનકની 550મી જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે.

Britains Prince Charles is coming to India this week and they meet President

By

Published : Nov 12, 2019, 10:36 AM IST

Updated : Nov 13, 2019, 1:51 PM IST

બ્રિટિશ હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું કે, આ પ્રિન્સ ઓફ વેલ્સની 10મી સત્તાવાર મુલાકાત હશે. આ મુલાકાતને કારણે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબુત થશે. બેઠકમાં હવામાન પરિવર્તન અને ટકાઉ નાણાકીય વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

સૌજન્ય: ANI

નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રિન્સ ચાર્લ્સ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને એ સાથે જ રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ કાર્યક્રમોમાં પણ સામેલ થશે. પોતાની યાત્રા દરમિયાન, ચાર્લ્સ સામાજિક વિકાસ ક્ષેત્રમાં પોતાના અનુકરણીય યોગદાન બદલ ભારતીય વિજેતાને કોમનવેલ્થ 'પોઇન્ટ્સ ઓફ લાઈટ'ના એવોર્ડથી પણ સન્માનિત કરશે.

Last Updated : Nov 13, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details