સાઓ પાઉલો, બ્રાઝિલઃ બ્રાઝિલમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. દેશમાં ચેપને કારણે 76 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં કોરોના ચેપને કારણે 5.91 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યાના સંદર્ભમાં બ્રાઝિલ વિશ્વમાં બીજા ક્રમે છે.
બ્રાઝિલ કોરોના સંકટ: કુલ કેસ 20 લાખથી વધુ, મૃત્યુઆંક 76,000ને પાર
બ્રાઝિલમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. દેશમાં ચેપને કારણે 76 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં કોરોના ચેપને કારણે 5.91 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યાના સંદર્ભમાં બ્રાઝિલ વિશ્વમાં બીજા ક્રમે છે.
બ્રાઝિલમાં કોવિડ -19નો પહેલો કેસ મે મહિનામાં આવ્યો હતો. સંઘીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, 'દેશમાં કોવિડ -19 કેસ 20 લાખને પાર કરી ગયો છે અને 76,000 લોકોએ જીવ ગુમાવ્યો છે.'નિષ્ણાંતોએ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોને દોષી ઠેરવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા વાઈરસની જીવલેણ ક્ષમતાઓને નકારી કાઢવા અને રાષ્ટ્રીય અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન સુનિયોજિત રુપે કરવામાં આવ્યું નહતું.
તેમણે કહ્યું કે, 'વચગાળાના આરોગ્ય પ્રધાન વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા સંપૂર્ણ તાલીમબદ્ધ નથી. બીજી બાજુ, સલામતી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યા પછી, બોલસોનારો હવે ખુદ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયાં છે.' બ્રાઝિલમાં કોવિડ -19ના કેસ યુએસ પછી સૌથી વધુ છે અને તપાસના અભાવને કારણે આ આંકડાઓ સચોટ નહીં આવે તેવી સંભાવના છે.