ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોનાની દવા દારૂ નથી, આ માત્ર અફવા, ઇરાનમાં વધુ પડતા મિથેનોલને લીધે 27ના મોત

ચીનની બાદ કોરોના વાયરસની સૌથી વધારે અસર કરનાર દેશોમાં ઇરાનનો પણ સમાવેશ થાય છે, દેશમાં એવી અફવા ફેલાઇ ગઇ કે, દારૂ પીવાથી કોરોના વાયરસની અસર નહીં થાય અને અસર થયેલા લોકોને કોરોના વાયરસથી છૂટકારો મળશે, ત્યારબાદ કોરોનાની જગ્યાએ વધુ પડતા મિથેનોલને કારણે 27 લોકો મોતને ઘાટ ઉતારી ગયાં હતાં.

ઇરાનઃ દારૂ પીવાથી કોરોના વાયરસની અસર નહી થાય તેવી ફેલાઇ અફવાહએ લીધો 27 લોકોનો જીવ
ઇરાનઃ દારૂ પીવાથી કોરોના વાયરસની અસર નહી થાય તેવી ફેલાઇ અફવાહએ લીધો 27 લોકોનો જીવ

By

Published : Mar 10, 2020, 8:28 AM IST

તહેરાનઃ ઇરાનમાં કોરોના વાયરસના કારણે અફવાહ ફેલાઇ હતી કે, કોરોના વાયરસના સંક્રમણથી મુક્તિ મેળવવા માટે દારૂનું સેવન કરવામાં આવે. આ અફવાના કારણે લોકોએ દારૂ સેવન કર્યું હતું. જેમાં મિથેનોલથી 27 લોકોના મોત થયા છે. સોમવારના રોજ સરકારના એક અધિકારી સમિતિ ઇરનાએ આ જાણકારી આપી હતી.

ઇરનાએ જણાવ્યું કે, ખરાબ દારૂ પીવાના કારણે દક્ષિણ-પ્રશ્ચિમ વિસ્તારના ખુજેશ્તાનમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકોના મોત ઉત્તર અલબોર્જ વિસ્તારમાં થયું છે. મહત્વનું છે કે, ઇરાનમાં દારૂ પીવા પર પ્રતિબંધ છે, થોડા ગૈર મુસ્લિમ ધાર્મિક અલ્પસંખ્યકોને દારૂ પીવાની છૂટ છે.

જ્યારે એક હોસ્પિટલમાં પ્રવક્તાએ કહ્યું કે, ખરાબ દારૂ પીવાના કારણે 218 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. અલી અહસાનપુરએ કહ્યું કે, અફવા બાદ લોકોએ ખરાબ દારૂ પીધો હતો. જેમાં મિથેનોલ વધારે માત્રામાં હોવાથી આંખમાંં ઝરઝરીયા આવી ગયાં હતાં. ચીનની બહાર આ ઘાતક વાયરસની સૌથી વધારે અસર થનાર દેશોમાં ઇરાનનો સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details