ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં કારમાં વિસ્ફોટ થતાં 23 ના મોત - southern Afghanistan

અફઘાનિસ્તાનના દક્ષિણ હેલમંડ પ્રાંતમાં કારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બાળકો સહિત 23 લોકોના મોત નીપજ્યાં હતા. દક્ષિણ અફઘાનિસ્તાનની પ્રાંતીય ગવર્નર ઓફિસે આ આ માહિતી આપી હતી.

અફઘાનિસ્તાનમાં કારમાં વિસ્ફોટ
અફઘાનિસ્તાનમાં કારમાં વિસ્ફોટ

By

Published : Jun 29, 2020, 10:23 PM IST

હેલમંડ: અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતમાં કારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 23 લોકોના મોત નીપજ્યાં હતા. તાલિબાન અને અફઘાન સૈન્ય આ હુમલો માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે.

તાલિબાને દાવો કર્યો છે કે સેનાએ બજારમાં મોર્ટાર ચલાવ્યું છે, જ્યારે સેનાનું કહેવું છે કે તાલિબાનોએ કાર બોમ્બ અને મોર્ટારના દ્વારા નાગરિકોને નિશાન બનાવ્યા હતા.

સેનાનું કહેવું છે કે, સોમવારે આ વિસ્તારમાં કોઈ સૈન્ય પ્રવૃત્તિ થઇ નથી અને બજારમાં કાર બોમ્બ ફૂટતા બે તાલિબાની પણ માર્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details