પ્રાંતિજ પોલીસના પ્રવક્તા મુબરેઝ અટલે જણાવ્યું કે, વિસ્ફોટ નંગરહાર પ્રાંતના હસ્કા મીના જિલ્લામાં થયો હતો. જેમાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે. તેમણે આગળ કહ્યું કે, બ્લાસ્ટમાં માર્યા ગયેલા તમામ લોકો મસ્જિદમાં નમાઝ કરવા માટે ભેગા થયા હતા.
અફઘાનિસ્તાની મસ્જિદમાં બ્લાસ્ટ, 17ના મોત - afghanistan bomb blast news
અફઘાનિસ્તાન: જલાલાબાદમાં પૂર્વ અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શુક્રવારે નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. આ વાતની માહિતી પ્રાંત અધિકારીઓએ આપી હતી
bomb blast in masque of afghanistan
જણાવી દઈએ કે, આ પહેલા અફઘાનિસ્તાનની એક શાળામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ સ્કૂલ બસમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જે દરમિયાન ચારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.