- અમેરિકા સહિત ઘણા દેશો દ્વારા મોટા પ્રમાણમાં બચાવ મિશન
- કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટના થતા અફરાતફરી
- ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની આશંકા સેવાઈ રહી છે
ન્યૂઝ ડેસ્ક : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારત, અમેરિકા સહિત ઘણા દેશો મોટા પ્રમાણમાં બચાવ મિશન ચલાવી રહ્યા છે. અનેક દેશો દ્વારા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. આ દરમિયાન કાબુલ એરપોર્ટના ગેટ પર વિસ્ફોટના સમાચાર મળ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાની આશંકા પણ જોવા મળી રહી છે. આ બ્લસ્ટમાં 13 લોકોના મોતની માહિતી તાલિબાન દ્વારા આપવામાં આવી છે. આ મામલે પેન્ટાગોને હુમલાની પુષ્ટિ કરી છે. અગાઉ, એક ઇટાલિયન લશ્કરી વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનામાં વિમાનને કોઈ નુકસાન થયું નથી.
બે બ્લાસ્ટમાં 13 લોકોના મોત
પ્રથમ વિસ્ફોટ એરપોર્ટના અબે ગેટ પર થયો હતો. આ બાદ, બીજો વિસ્ફોટ એરપોર્ટ નજીક બરૂન હોટલ પાસે થયો હતો, જ્યાં USના સૈનિકો રોકાયા હોવાથી ત્યાં આ સૈનિકો હતાહત થયા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પહેલા વિસ્ફોટ બાદ ફ્રાન્સે બીજા વિસ્ફોટ અંગે એલર્ટ જારી કર્યું હતું, ત્યારબાદ ફરી બીજો વિસ્ફોટ થયો.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પણ વિસ્ફોટની પુષ્ટિ કરી
અમેરિકી સંરક્ષણ મંત્રાલયે પણ કાબુલ એરપોર્ટના ગેટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી જોન કિર્બીએ કહ્યું કે, કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો વિસ્ફોટ થયો છે. મૃત્યુઆંકની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પણ વિસ્ફોટની પુષ્ટિ કરી
આ સિવાય બીબીસી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંવાદદાતા સિકંદર કિરમાનીએ પણ વિસ્ફોટ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે કાબુલમાં ઇસ્લામિક સ્ટેટ (IS) દ્વારા આત્મઘાતી હુમલા અંગે પશ્ચિમી દેશોના ગુપ્તચર અહેવાલો સામે આવ્યા છે. વિસ્ફોટના સમાચાર પર વિગતવાર માહિતી મળી શકી નથી.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પણ વિસ્ફોટની પુષ્ટિ કરી
ઓસ્ટ્રેલિયાના એબીસી ન્યૂઝ સાથે સંકળાયેલા સંવાદદાતા સિઓબાન હેનુએ એક ટ્વીટમાં કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટના સમાચારનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે એવા અહેવાલો આવ્યા છે કે ઇસ્લામિક સ્ટેટ (ISKP) સાથે સંકળાયેલા એકમ કાબુલમાં ઘુસી ગયું છે. હેનુએ પશ્ચિમી દેશોના ગુપ્તચર અહેવાલોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કાબુલમાં જીવલેણ હુમલાનો ભય હતો.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પણ વિસ્ફોટની પુષ્ટિ કરી
આ સિવાય સ્કાય ન્યૂઝના એડિટર સેમ કોટ્સે પણ પોતાના ટ્વિટમાં કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટના સમાચારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીના ટ્વિટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમેરિકી સરકારે કાબુલ એરપોર્ટની બહાર વિસ્ફોટની પુષ્ટિ કરી છે.
હજારો લોકો દ્વારા દેશ છોડવાનો પ્રયાસ
આ પહેલા ભીડને વિખેરવા માટે કાબુલ એરપોર્ટ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ કાબુલ એરપોર્ટ મારફતે દેશ છોડવા માંગે છે, જેના કારણે કાબુલ એરપોર્ટની આસપાસ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.