- પાકિસ્તાનામાં બસમાં થયો વિસ્ફોટ
- અધિકારીઓએ ગણાવ્યો અકસ્માત
- ચાઇનીઝ એન્જિનિયરો સહિત 8 ના મોત
હૈદરાબાદ: પાકિસ્તાન (Pakistan) ના ખૈબર પખ્તુનખ્વાહમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં ચાઇનીઝ એન્જિનિયરો સહિત 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાની અખબાર ડોનના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટને ખૈબર પખ્તુનખ્વાના અપર કોહિસ્તાન જિલ્લામાં થયો હતો. જે બસમાં વિસ્ફોટ થયો હતો તે જળ વિદ્યુત પ્લાન્ટના કામદારોને લઈને જતી હતી.
દુર્ઘટના સવારે 7.30 વાગ્યે બની
અપર કોહિસ્તાન (Upper Kohistan) ના કમિશનર આરીફ ખાન યુસુફઝાઇના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 7.30 વાગ્યે બની હતી, જ્યારે એક કોસ્ટર બારસીન કેમ્પથી 30 થી વધુ કામદારોને પ્લાન્ટ સાઇટ પર લઈ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઘટના સમયે વિદેશી ઇજનેરો અને સ્થાનિક શ્રમિકો બસમાં હતા. યુસુફઝાઇએ જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણની જાણકારી મળી નથી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. પોલીસ અને રેન્જર્સએ ઘટના સ્થળે ઘેરાબંધી કરી છે.
ઈજાગ્રસ્તોને અપર કોહિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરાયા
અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈજાગ્રસ્તોને અપર કોહિસ્તાન જિલ્લા હેડક્વાર્ટરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હાલમાં તમામ અધિકારીઓ આ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે, બ્લાસ્ટ થયો હતો. અધિકારીઓ ગફલતભરી જીભે કહી રહ્યા છે કે તે કોઈ વિસ્ફોટ જેવો લાગે છે પરંતુ તે અકસ્માત છે કે વિસ્ફોટ તે અંગે તપાસ ચાલુ છે.