PM મોદી અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે બેઠક બાદ ટ્વીટ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 'મોડી રાત્રે વિશ્વસ્તના દોસ્તો સાથે મુલાકાત કરી હતી.
PM મોદીએ અશરફ ગની સાથે કરી મુલાકાત, અફગાનિસ્તાનની શાંતિમાં ભારતની ભૂમિકા પર કરી ચર્ચા - afghan president
બિશ્કેક/નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) સંમેલન દરમિયાન અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં બન્ને દેશોના નેતાઓએ અફગાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયાની દિશામાં ભારત તરફથી નિભાવામાં આવી રહેલી ભૂમિકા પર ચર્ચા કરી હતી.
bishkek
વિદેશ મંત્રાલયના પ્રવક્તા નરેન્દ્ર મોદીએ અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે બિશ્કેકમાં SCO સંમેલન સિવાય પણ મુલાકાત કરી.
રવીશ કુમારે જણાવ્યું કે, બન્ને નેતાઓએ અફગાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી. જેમાં સમાવેશી શાંતિ પ્રક્રિયાની દિશામાં ભારત દ્વારા નિભાવવામાં આવી રહેલ ભૂમિકામાં સામેલ છે. PM મોદી SCO સંમેલનમાં ભાગ લેવા માટે ગુરૂવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કકે પહોંચ્યા હતા.