ગુજરાત

gujarat

ETV Bharat / international

બાંગ્લાદેશ સાંપ્રદાયિક હિંસા કેસના મુખ્ય શંકાસ્પદ સહાયકે દોષી કબૂલ્યું - Bangladesh sectarian

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસા ભડકાવવા માટે સોશિયલ મીડિયામાં એક શખ્સે વિડીયો વાયરલ કર્યો હતો. તે વિડીયો વાયરલ કરનાર એક કાર્માઇકલ કોલેજમાં ફિલસૂફીનો વિદ્યાર્થી છે. વિદ્યાર્થીએ વાંધાજનક સામગ્રી અપલોડ કરવા બદલ ધરપકડ કરી હતી અને ધરપકડ થતા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો હતો.

બાંગ્લાદેશ સાંપ્રદાયિક હિંસા કેસના મુખ્ય શંકાસ્પદ સહાયકે દોષી કબૂલ્યું
બાંગ્લાદેશ સાંપ્રદાયિક હિંસા કેસના મુખ્ય શંકાસ્પદ સહાયકે દોષી કબૂલ્યું

By

Published : Oct 25, 2021, 7:00 PM IST

Updated : Oct 25, 2021, 10:10 PM IST

  • બાંગ્લાદેશમાં હિન્દુ વિશે કોમી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો
  • ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે વાંધાજનક સામગ્રી અપલોડ કરી હતી
  • ઈસમની પોલીસે શુક્રવારે ગાઝીપુરથી ધરપકડ કરી હતી

ઢાકા: એક શકમંદ અને તેના સાથીએ તાજેતરમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય સામે હિંસા ભડકાવવા અને સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવવા બદલ દોષી ઠેરવ્યા છે.

અધિકારીએ જણાવ્યા મુજબ, શૈકત મંડલે મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ્યું છે કે તેના ફેસબુક પોસ્ટના કારણે 17 ઓક્ટોબરે દુર્ગા પૂજા દરમિયાન પીરગંજ ઉપ-જિલ્લાના રંગપુરમાં હિંસા થઈ હતી. મંડલનો સાથી રબીઉલ ઈસ્લામ (વર્ષ 36) મૌલવી છે અને તેના પર આગચંપી અને લૂંટનો આરોપ લાગ્યો છે.

પોલીસે શુક્રવારે ગાઝીપુરથી ધરપકડ કરી

સંવાદદાતાઓ જણાવ્યું કે શૈકત મંડલ અને તેમના સહયોગી રબીઉલ ઈસ્લામે (ઉત્તર-પશ્ચિમ) રંગપુરમાં વરિષ્ઠ ન્યાયિક મેજિસ્ટ્રેટ દેલવાર હુસૈન સમક્ષ તેમની ભૂમિકા સ્વીકારી લીઘી છે. પોલીસે શુક્રવારે ગાઝીપુરથી ધરપકડ કરી હતી અને ડિજિટલ સિક્યુરિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. મંડલ રંગપુરની કાર્માઇકલ કોલેજમાં ફિલસૂફીનો વિદ્યાર્થી છે. તેમની ધરપકડ પછી, તેમને શાસક અવામી લીગની વિદ્યાર્થીશાખા છત્ર લીગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સાત લોકોએ ગુનાની કબુલાત કરી

એક બટાલિયનના રિર્પોટ અનુસાર તેને ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ફેસબુક પર વાંધાજનક સામગ્રી અપલોડ કરી હતી.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાનૂની કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાત લોકોએ ગુનાની કબૂલાત કરી છે. હિંસા સંબંધિત મામલામાં 24,000 શકમંદો પર આરોપ મૂકવામાં આવ્યો છે અને 683 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 70થી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશની આઝાદી માટે ધરપકડના નિવેદન સામે ટીકા કરનારાને જવાબ

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ હિંસાના મુખ્ય આરોપી ઈકબાલ હુસેનની ધરપકડ, દુર્ગા પૂજા મંડપમાં કુરાન રાખવાનો છે આરોપ

Last Updated : Oct 25, 2021, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details