ગુજરાત

gujarat

ETV Bharat / international

Sheikh Hasina's Gift: 26000 કિલોગ્રામ કેરી વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીને આપી ભેટ - બેનાપોલના કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકમા

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) એ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee) ને 2 હજાર 600 કિલો કેરી (2,600 Kgs Mangoes) મોકલી છે. બાંગ્લાદેશની ન્યૂઝ એજન્સીએ અધિકારીઓ દ્વારા આપેલી આ માહિતી આપી છે.

Sheikh Hasina's Gift: 26000 કિલોગ્રામ કેરી વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીને આપી ભેટ
Sheikh Hasina's Gift: 26000 કિલોગ્રામ કેરી વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીને આપી ભેટ

By

Published : Jul 6, 2021, 9:41 AM IST

  • બાંગ્લાદેશથી ટ્રક મારફતે ભારત આવી કેરી
  • શેખ હસીનાએ વડાપ્રધાન મોદીને આપી ભેટ
  • બાંગ્લાદેશથી 2600 કિલોગ્રામ કેરીઓ મોકલી

અગરતલા: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina)એ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta Banerjee) ને 2 હજાર 600 કિલો કેરી (2,600 Kgs Mangoes) મોકલી છે. બાંગ્લાદેશની ન્યૂઝ એજન્સીએ અધિકારીઓ દ્વારા આપેલી આ માહિતી આપી છે. કેરીની આ ખેપ બાંગ્લાદેશથી ટ્રકો દ્વારા આવી હતી, જેમાં આ કેરીને 260 બોક્સમાં રાખવામાં આવી હતી. રવિવારે બપોરે ટ્રકોએ સરહદ પાર કરી હતી.

Sheikh Hasina's Gift: 26000 કિલોગ્રામ કેરી વડાપ્રધાન મોદી અને મમતા બેનર્જીને આપી ભેટ

રંગપુર જિલ્લામાં પકવવામાં આવે 'હરિભંગા' કેરી

રંગપુર જિલ્લામાં પકવવામાં આવેલી પ્રખ્યાત 'હરિભંગા' કેરીની જાતને બેનાપોલ ચેકપોઇન્ટ દ્વારા સરહદ પાર મોકલવામાં આવી હતી. આ ભેટ એવા સમયે મળી છે જ્યારે આપણે રસીનો બીજો ડોઝ પહોંચાડવામાં વિલંબ કર્યો છે. જેને લઈને બાંગલાદેશએ થોડી નિરાશા વ્યક્ત કરી હતી.

શેખ હસીનાએ બંને દેશો વચ્ચેની મિત્રતાના સ્મૃતિચિહ્ન રૂપે કેરી મોકલી

બાંગ્લાદેશી મીડિયાના જણાવ્યા અનુસાર, બેનાપોલના કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકમાએ કહ્યું હતું કે, "વડાપ્રધાન શેખ હસીનાએ બંને દેશો વચ્ચેની મિત્રતાના સ્મૃતિચિહ્ન રૂપે મોસમી ફળ કેરી મોકલાવી છે." કોલકાતામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશ્નરનાં પ્રથમ સચિવ મોહમ્મદ સમીઉલ કાદરે કેરીઓને પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશની આઝાદી માટે ધરપકડના નિવેદન સામે ટીકા કરનારાને જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ મોકલી કેરી

અહેવાલો અનુસાર, ભેટોની આ ખેપ નવી દિલ્હીમાં ભારતીય વડપ્રધાન અને કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનને તમામ નિયમો અને બંદરગાહની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મોકલવામાં આવશે.

બાંગ્લાદેશની સરહદે આવેલા રાજ્યના મુખ્યપ્રધાનોને પણ મોકલી શકે છે કેરી

બાંગ્લાદેશી મીડિયાએ પણ અહેવાલ આપ્યો છે કે, હસીનાએ બાંગ્લાદેશની સરહદે આવેલા રાજ્યો જેવા કે, પૂર્વ-આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના મુખ્યપ્રધાનોને કેરી મોકલવાની યોજના બનાવી છે.

ABOUT THE AUTHOR

...view details