ગુજરાત

gujarat

ETV Bharat / international

બાંગ્લાદેશ: 'અમ્ફાન'ને કારણે 20 લાખ લોકોને સ્થાનાંતરિત કરવાનો હુકમ - દરિયાકાંઠા

બાંગ્લાદેશ સરકારે અંદાજે 20 લાખ લોકોને તેમના વિસ્તારો ખાલી કરવા આદેશ આપ્યો છે. કારણ કે, અમ્ફાન ચક્રવાત દક્ષિણના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. અધિકૃત રીતે આને ખૂબ ગંભીર માનવામાં આવી રહ્યું છે.

અમ્ફાન
અમ્ફાન

By

Published : May 19, 2020, 3:26 PM IST

ઢાકા: બાંગ્લાદેશે સોમવારે અમ્ફાન ચક્રવાત દક્ષિણી દરિયાકાંઠા તરફ વળી જવાથી 20 લાખ લોકોને વિસ્તાર ખાલી કરવા આદેશ આપ્યો છે. આપત્તિ વ્યવસ્થાપન મંત્રલયના સચિવ શાહ કમલે અમ્ફાન ચક્રવાતની સંભાવનાના પશ્ચિમ કાંઠે આવેલા 19 જિલ્લાઓના વહીવટને લોકોને સલામત સ્થળો પૂરા પાડવા સંપૂર્ણ તૈયારી કરવા જણાવ્યું છે.

18થી 20 લાખ લોકોને સ્થાનિક તોફાનના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ખસેડવા નિર્દેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ, અમ્ફાન વાવાઝોડુ સુપર તાઈફુનની શક્તિથી પશ્ચિમ પેસિફિકમાં આગળ વધી રહ્યું છે.

સોમવારે બપોરે બાંગ્લાદેશ ઓફિસને મળેલી માહિતીને પગલે બાગ્લાદેશ સરકારે દક્ષિણ પશ્ચિમ દરિયાઈ બંદરો, મુંગલા અને પાયરા પ્રદેશો માટે 10ના સ્કેલના જોખમ સંકેતોમાં 7 નંબરનો સિગ્નલ આપ્યું છે. આ દરમિયાન ચેટ્ટોગ્રામ અને દક્ષિણ પૂર્વ કિનારે આવેલા કોક્સબજારમાં પણ જોખમને ધ્યાનમાં રાખી 6 નંબરનું સિગ્નલ આપવા સૂંચન કરશે.

બીજી તરફ હવામાન શાસ્ત્રીઓએ અહેવાલ આપ્યો છે કે, બંગાળની ખાડીમાં એક શક્તિશાળી ચક્રવાત સીધો ભારતની સરહદે બાંગ્લાદેશના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યો છે, જેનાથી બંને દેશોમાં મોટો વિનાશ અને ઉથલપાથલ સર્જાય તેવી શક્યતા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે ચક્રવાતને ધ્યાનમાં રાખીને જોખમવાળા વિસ્તારોમાં સામૂહિક સ્થળાંતર માટે આદેશ આપવામાં આવ્યો છે. ચક્રવાત 20 મે બપોર સુધીમાં દરિયાકિરારે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ભલે તોફાન થોડું નબળું પડ્યું હોય પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં હજૂ પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details