પણજી: કેન્દ્રીય આયુષ રાજ્ય પ્રધાન શ્રીપદ નાયકે ગુરુવારે દાવો કર્યો છે કે, યુ.કેના પ્રિન્સ ચાર્લ્સને બેંગ્લોર સ્થિત સાકલ્યવાદી ઉપાયથી આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર દ્વારા કોવિડ -19માં સાજા કર્યાં હતાં.
આયુષ્યમાન ભારત પ્રધાનનો દાવો, કોરોના પીડિત પ્રિન્સ ચાર્લ્સનો આયુર્વેદ-હોમિયોપેથીથી ઉપચાર
કેન્દ્રીય આયુષ રાજ્યપ્રધાન શ્રીપદ નાયકે જણાવ્યું હતું કે, યુ.કે.ના પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19થી પીડિત હતા, ત્યારે તેમનો ઉપચાર હોમયોપેથી દ્વારા થતાં બેગલુરુમાં સ્થિત હૉલિસ્ટિક રિસૉર્ટમાં કરાયો હતો. જેથી તેમના મંત્રાલય દ્વારા આ વિશેષ ટાસ્ક ફોર્સ ડૉ. મથાઈ દ્વારા તે ઔષધિઓનું અધ્યયન કરવામાં આવશે.
AYUSH Minister
નાયકે કોવિડ-9ના ઉપચાર વિશે વાત કરતાં કહ્યું હતું કે, ડૉ. આઇઝેક મથાઈનો ફોન આવ્યો હતો. જે બેંગ્લુરુમાં આયુર્વેદ રિસોર્ટ ચલાવે છે. તેમણે મને કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સની તેમની આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા કરવામાં આવેલી સારવાર સફળ રહી છે. જેથી તેમના મંત્રાલયે એક વિશેષ ટાસ્ક ફોર્સ સાથે રાખીને ડૉક્ટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઔષધીય રચનાઓનો અભ્યાસ કરશે.