કેનબેરા(ઓસ્ટ્રેલિયા): મોરિસનના આ ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે. ત્યારબાદ PM મોદીએ આ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે, એકવાર આ કોરોના વાઇરસ સાથે જંગ જીતી જઇએ ત્યારબાદ સાથે બેસીને સમોસાનો આનંદ લઇશું. હવે આપણે 4 જૂનની વીડિયો કોન્ફરન્સમાં મળીશું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સમોસા સાથે માણ્યો કેરીની ચટણીનો સ્વાદ, કહ્યું- PM મોદી સાથે કરવા માગુ છું શેર
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓ સમોસા સાથે ચટણીનો સ્વાદ માણતા નજરે પડ્યા હતા. તેમને આ ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, કેરીની ચટણી સાથે સન્ડે સ્કો-મોસા એટલે સમોસા. વધુમાં ઉમેર્યું કે, આ અઠવાડિયે હુ વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરીશું, જેમાં હું તેમની સાથે આ ઇન્ડિયન રેસિપી શેર કરવા માગુ છું.
જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને વડાપ્રધાન મોદીની બેઠક આવનાર 4 જૂનના રોજ થવા જઇ રહી છે. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. હાલ કોરોનાવાઇરસ સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ જી-20 દેશોની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના પર ખાસ વાતચિત કરી હતી.
મહત્વનું છે કે, ગયા વર્ષે જૂન મહીનામાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન જાપાનના ઓસાકામાં જી-20 સમિટમાં મળ્યા હતા. ફક્ત એટલું જ નહી તેમની સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ હતી. આ સમિટ દરમ્યાન મોરિસને મોદીના વખાણ કરી તેમને એક સારા વ્યક્તિત્વ વાળા માણસ કહ્યા હતા.