કાઠમાંડુ: નેપાળમાં કોરોના વાઇરસના સંક્રમણના 83 નવા કેસ નોંધાયા છે, જે દેશમાં એક દિવસમાં થયેલી સર્વાધિક વધારો છે. આ નવા કેસની સાથે નેપાળમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા 217 પર પહોંચી ગઈ છે. ભારત-નેપાળ સરહદી ક્ષેત્રના 26 વિસ્તારોમાંથી નવા કેસો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘાતક કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે નેપાળમાં દેશવ્યાપી લોકડાઉન છે. નેપાળ હાલમાં એવા દેશોમાંનો એક છે જ્યાં કોવિડ -19ના બહુ ઓછા કેસો છે અને હજી સુધી કોઈ મોત નીપજ્યું નથી.
નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 217 પર પહોંચી, ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારાઈ - નેપાળમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યાા
નેપાળમાં કોરોના વાઇરસના સંક્રમણના 83 નવા કેસ સામે આવ્યા છે, જે દેશમાં એક જ દિવસમાં થયેલી સૌથી વધુ વધારો છે. આ નવા કેસની સાથે નેપાળમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા 217 પર પહોંચી ગઈ છે.
નેપાળમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 217 પર પહોંચી, ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી
આરોગ્ય અને વસ્તી મંત્રાલયના સંયુક્ત પ્રવક્તા સમીરકુમાર અધિકારીએ મંગળવારે કહ્યું કે, 83 નવા કેસો સાથે નેપાળમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 217 થઈ ગઈ છે. આ એક દિવસમાં વાઇરસના સંક્રમણના સૌથી વધુ પુષ્ટિવાળા કેસો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના સરહદી વિસ્તારોમાં કાઠમંડુ ખીણના ત્રણ લોકો સહિત 26 કેસ નોંધાયા છે. આ 26 નવા કેસોમાંથી 18 પરસા જિલ્લામાંથી બહાર આવ્યા છે, જેમાં 6 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે.