- પ્રવાસીનું મોત થતા ભારતીય વિમાનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ
- ઈન્ડિગો ફ્લાઈટ 6E 1412ને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું
- મેડિકલ કારણોસર ભારતીય વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી
લખનઉ જતા ભારતીય વિમાનમાં પ્રવાસીનું મોત થતાં પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું - Sharjah
શારજાહથી લખનઉ આવી રહેલા એક ભારતીય વિમાનમાં પ્રવાસીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આ વિમાનનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
લખનઉ જતા ભારતીય વિમાનમાં પ્રવાસીનું મોત થતા પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
નવી દિલ્હીઃ શારજાહથી લખનઉ જઈ રહેલા ભારતીય વિમાનમાં અચાનક જ પ્રવાસીનું મોત થતાં વિમાનને પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર, મેડિકલ ઇમરજન્સીના કારણે શારજાહથી લખનઉ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6ઈ 1412ને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. આ વિમાન લેન્ડ થતાં પહેલા જ પ્રવાસીનું મોત થઈ ગયું હતું.