તાઈવાનઃ વર્ષો બાદ અમેરિકાની ટીમ તાઈવાનના પ્રવાસે પહોંચી છે. આ ટીમની આગેવાની અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા પ્રધાન(HHS) એલેક્સ અઝાર કરશે. અમેરિકા અને તાઈવાન વચ્ચે 1979માં સત્તાવાર દ્વિપક્ષીય સંબંધ સમાપ્ત થયા બાદ કોઈપણ અમેરિકન કેબિનેટ પ્રધાનની આ પહેલી યાત્રા છે.
ચીન શરુઆતથી જ અઝારની તાઈવાન પ્રવાસનો વિરોધ કરી રહ્યું છે. આ સાથે જ ચીન આ પ્રવાસને તાઇવાન સાથે કોઈ સત્તાવાર સંબંધ ન રાખવાની અમેરિકન પ્રતિબદ્ધતાનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.
તાઈવાન પર પોતાનો દાવો કરી રહ્યું છે ચીન
કોરોના વાઈરસ સામે લડવા માટે સમન્વય સ્થાપિત કરવા માટે અમેરિકન ટીમ 3 દિવસીય પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન અજાર તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન અને આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
કોરોના વાઇરસનું કેન્દ્ર બનેલા ચીનની નજીકના દેશ હોવા છતાં આ દ્વિપમાં કોરોના સંક્રમણના 500થી ઓછા કેસ છે. આ ધાતક વાઇરસના કારણે 7 લોકોના મોત થયા છે. ઓછા કોરોના સંક્રમણનો શ્રેય તાઈવાનની આરોગ્ય પ્રણાલીને જાય છે. અજારના કાર્યાલય દ્વારા જણાવ્યું કે, તેઓ કોવિડ 19, વૈશ્વિક આરોગ્ય અને તબીબી ઉપકરણોના પુરવાઠાના સંબંધમાં તાઈવાનની ભૂમિકા અંગે ચર્ચા કરશે.