પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીને કથિત રૂપે ધર્મ પરિવર્તન કરાવ્યાની ઘટના સામે આવી છે. પીડિતા ગ્રેજ્યુએશનની વિદ્યીર્થીની છે અને સિંધ પ્રાંતમાં બિઝનેશ એડમિનિસ્ટ્રેશનમાં બેચરલ ડિગ્રીનો કોર્સ કરે છે. મળતી માહિતી મુજબ સિંધ પ્રાંતમાં સુક્કુર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (IBA)થી શનિવારે તેનું અપહરણ કરીને બળજબરીથી ઈસ્લામ સંપ્રદાયમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતુ.
પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તનની ઘટના બાદ યુવતી ગાયબ - પાકિસ્તાન
ઈસ્લામાબાદ: થોડા દિવસ અગાઉ પાકિસ્તાનમાં હિન્દુ યુવતીને ઈચ્છા વિરુદ્ધ ધર્મપરિવર્તન કરાવાયું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં યુવતીની 29 ઑગસ્ટથી ભાળ મળી નથી. પાકિસ્તાનમાં આ ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. કોઈ પણ હિન્દુ, શીખ, કે ઈસાઈ યુવતીઓનાં ઘર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવામાં આવે છે.
પાકિસ્તાનમાં બળજબરીથી કરાવ્યું ધર્મ પરિવર્તન,29 ઓગસ્ટથી યુવતી છે ગાયબ
આ ઘટનામાં પાકિસ્તાની હિન્દુ પંચાયત અને NGOએ પોતાની ફેસબુક પોસ્ટ પર દાવો કર્યો કે 29 ઓગસ્ટે યુવતી કોલેજ જવાં નિકળી હતી, બાદમાં તેની ભાળ મળી નથી. યુવતીનાં ભાઈએ જણાવ્યું છે કે તેની બહેન તેનાં સહપાઠી અમન સાથે પ્રેમ-સંબંધમાં હતી. બન્ને અત્યારે સિયાલકોટમાં છે.