પાકિસ્તાનના આતંકવાદી સંગઠન અલ કાયદાની AQIS (ભારતીય ઉપમહાદ્વીપ એકમ અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ)થી અલગ થયેલો એક સમૂહ આતંકવાદી હુમલા માટે ફરી તૈયારી કરીં રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદ નાબુદ વિભાગ(CTD)એ આ અંગે આશંકા વ્યક્ત કરી છે. સીટીજીના જણાવ્યા મુજબ, AQIS કરાચીમાં ફરી પોતાનું અસ્તિત્વ બનાવવાના પ્રયાસો કરીં રહ્યું છે.
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડીએ આની સાથે જ દાવો કર્યો છે કે, પોલિસ કર્મચારીઓની હત્યા અને સાંપ્રદાયિક આધાર પર હત્યાઓમાં શામેલ બે અન્ય સંગઠનોનો એમણે સફાયો બોલાવી દીધો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સીટીડીના અધિકારી રાજા ઉમર ખત્તાબે કહ્યું, અમને રિપોર્ટ મળ્યો છે કે AQISના 6 અસંતુષ્ટ આતંકવાદી અફઘાનિસ્તાનથી કરાચી પહોંચી ગયા છે. એમના પ્રયાસો પોતાના સ્લીપર સેલને સક્રિય કરવાના છે.