ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન: 107 પેસેન્જર સાથેનું વિમાન કરાંચીમાં ક્રેશ થયું

પાકિસ્તાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન એરબસ A-320 કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે. આ પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું. આ પ્લેનમાં 107 લોકો સવાર હતાં.

By

Published : May 22, 2020, 5:26 PM IST

Aircraft with 100 onboard crashes in Pakistan's Karachi
પાકિસ્તાનમાં વિમાન દુર્ધટના, લાહોરથી કરાચી જઈ રહ્યું હતું

કરાચી: પાકિસ્તાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન એરબસ A-320 કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે. આ પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું. આ પ્લેનમાં 107 લોકો સવાર હતાં.

આ વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 107 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જોકે, હજી સુધી મૃત્યુનો સત્તાવાર આંક જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.

આ પ્લેન કરાચી એરપોર્ટ નજીક જિન્ના ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને કોલોનીના ઘણા ઘર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું, જે લેન્ડિંગના થોડા સમય પહેલા જ ક્રેશ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details