અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, શિયાળો આવે તે પહેલા જ તાલિબાનના કબ્જા હેઠળના વિસ્તારોમાં ઓફરેશન પામિર 207ને પાર પાડવાનું લક્ષ્ય હતું.
અફઘાનિસ્તાને કરી તાલિબાનો પર એરસ્ટ્રાઈક, 45 આતંકીઓનો સફાયો - એરસ્ટ્રાઈક
કાબૂલ: અફઘાનિસ્તાનના બદખ્શાં વિસ્તારમાં તાલિબાની કબ્જા હેઠળવાળા જિલ્લામાં ફાઈટર વિમાનો દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલા હુમલામાં 45 આતંકીઓ માર્યા ગયા હોવાની ખબર આવી રહી છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારી દળોએ બે દિવસ પહેલા વાડરેઝ, યમગન અને કરન વા મુંઝન જિલ્લામાં તાલિબાની ઠેકાણા પર હવાઈ હુમલો કરી 45 આતંકીઓનો હુરયો બોલાવી દીધો છે. જેમાં અન્ય 15 આતંકી ઘાયલ પણ થયા છે.
file
તેમણે આગળ જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં સુરક્ષાના બે જવાન પણ ઘાયલ થયા છે.
જો કે, આતંકી સંગઠનોએ હજૂ સુધી આ અંગે કોઈ પણ ટિપ્પણી કરી નથી.