કાબુલ(અફઘાનિસ્તાન): આતંકી સંગઠન વિરૂદ્ધ અફઘાનિસ્તાનને મોટી સફળતા મળી છે. અફઘાનિસ્તાનની એક ખાનગી એજન્સીએ જણાવ્યું કે, ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાહ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો છે. તેને અફઘાનિસ્તાન એજન્સીની સ્પેશિયલ ટીમે ઠાર માર્યો હતો. આતંકવાદી પાકિસ્તાનનો રહેવાસી હતો. તેનું સાચું નામ જિયા ઉર્રહમાન હતું.
ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાહ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો - આતંકી સંગઠન
અફઘાનિસ્તાનની એજન્સી નેશનલ ડાયરેક્ટર ઓફ સિક્યોરિટીએ (NDS) જણાવ્યું કે, ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાહ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો છે.
![ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાહ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાબ ઓરકજઇ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8266322-134-8266322-1596355169755.jpg)
ISIS ખુરાસાનનો ઇન્ટેલિજન્સનો ચીફ અસદુલ્લાબ ઓરકજઇ અફઘાનિસ્તાનમાં ઠાર મરાયો
NDSએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયની વિશેષ ટીમના ઓપરેશન દ્વારા પાકિસ્તાનનો આતંકવાદી જિયાઉર્રહમાનને મોતને ઘાટ ઉતાર્યો છે. તેને અફઘાનિસ્તામમાં કેટલાય હુમલાઓ કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે તે ISISનો આતંકવાદી હતો અને તેના ઘણા હુમલા કર્યાનો આરોપ છે. અસલમ ફારૂકી ઇસ્લામિક સ્ટેટની ખુરાસાનનો નેતા માનવામાં આવતો હતો. ફારૂકી સાથે ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન યૂનિકના 19 આતંકીયોને પણ પકડવામાં આવ્યા હતા. આ 19 લોકોમાં મોટા ચહેરાઓ પણ હાથે લાગ્યા હતા.