ગુજરાત

gujarat

ETV Bharat / international

ADBએ પાકિસ્તાનને 30 કરોડ અમેરિકી ડોલરની નીતિ આધારિત લોનને આપી હતી મંજૂરી - અમેરિકી ડોલર

એશિયન ડેવલપમેન્ટ બેન્કે (એડીબી) પાકિસ્તાનની આર્થિક સ્થિતિના સંકટ સમયે પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનને રોકડ રકમ 30 કરોડ અમેરિકી ડોલરની નીતિ આધારિત લોનને મંજૂરી આપી છે.

ADBએ પાકિસ્તાનને 30 કરોડ અમેરિકી ડોલરની નીતિ આધારિત લોનને આપી હતી મંજૂરી
ADBએ પાકિસ્તાનને 30 કરોડ અમેરિકી ડોલરની નીતિ આધારિત લોનને આપી હતી મંજૂરી

By

Published : Nov 29, 2020, 11:25 AM IST

  • પાકિસ્તાને જી-20ના 14 દેશો પાસેથી 80 કરોડ ડોલરની દેવાની રાહત મેળવી
  • વિશ્વના સૌથી ધનિક દેશોનું 25.4 અબજ ડોલરનું દેવું પાકિસ્તાન પાસે હતું બાકી

ઇસ્લામાબાદ:પાકિસ્તાને જી-20ના 14 દેશો પાસેથી 80 કરોડ ડોલરની દેવાની રાહત મેળવી હતી, જેના એક અઠવાડિયા પછી એડીબીએ જાહેરાત કરી હતી કે, આ વર્ષના ઓગસ્ટ મહિના સુધી વિશ્વના સૌથી ધનિક દેશોનું 25.4 અબજ ડોલરનું દેવું પાકિસ્તાન પાસે બાકી હતું.

એડીબીના પ્રિન્સિપલ પબ્લિક મેનેજમેન્ટ નિષ્ણાંત હિરણ્ય મુખોપાધ્યાયે કહ્યું કે, નિકાસ વૈવિધ્યતામાં સુધારો કરવામા આવશે. એડીબીના પબ્લિક મેનેજમેન્ટ નિષ્ણાંતે એક નિવેદનમાં કહ્યું, "કોવિડ -19 એ પાકિસ્તાનને એ સમયે નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે તે આર્થિક સુધારણાના પોઇન્ટ પર હતું. પરંતુ સ્થિરતા સુનિશ્ચિત કરવાના સરકારના પ્રયાસોના પરિણામો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, એડીબીનો કાર્યક્રમ પાકિસ્તાનની નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે, જે તેની ચાલુ ખાતાની ખોટને સુધારવામાં મદદ કરશે.

ABOUT THE AUTHOR

...view details