ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાન: અબ્દુલાને રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ મંજૂર નથી - અફઘાનિસ્તાન ન્યૂઝ

કાબુલ: અફઘાનિસ્તાનના ચીફ એક્ઝિક્યુટિવ અબ્દુલ્લાના પ્રચાર અભિયાન દળે કહ્યું કે, 28 સપ્ટેમ્બરે થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામને સ્વીકાર નહીં કરે, જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ અશરફ ગનીને જીત મળી છે.

AFghanistan
અફઘાનિસ્તાન

By

Published : Dec 24, 2019, 10:34 AM IST

ન્યૂઝ એજન્સી પ્રમાણે 58 વર્ષીય અબ્દુલાની ટીમે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, છેતરપિંડી પર આધારિત કોઇ પણ પરિણામને સ્વીકાર નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, છેતરપિંડીના આરોપોના વિરોધના કારણે જ ચૂંટણી પરિણામ આવવામાં ઘણો સમય લાગ્યો હતો.

સ્વતંત્ર ચૂંટણી આયોગ (IEEC) દ્વારા ચૂંટણીના લગભગલ 3 મહિના બાદ જાહેર કરવામાં આવેલી વોટ ટેલી જોવા મળ્યું કે, ગનીને 50.64 ટકા વોટ મળ્યા છે. તે બાદ અબ્દુલ્લાને 39.50 ટકા વોટ મળ્યા હતાં.

IEECના પ્રમુખ હવા આલમ નૂરિસ્તાનીને રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સમ્મેલનમાં કહ્યું કે, માન્ય રીતે 18,24,401 મતોમાં ગનીને 9,23,868 મત મળ્યા છે. જ્યારે અબ્દુલ્લાને 720,099 મત મળ્યા છે.

IEECએ કહ્યું કે, ગુલબુદ્દીન હિકમતયાર 70,243 વોટની સાથે ત્રીજા નંબરે રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details