સ્વિટ્ઝલેન્ડ: સંયુકત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદનું 43મું સત્ર યોજાયું હતું. તે દરમિયાન જિનેવામાં બ્રોકન ચેયર સ્મારક પાસે પાકિસ્તાન સેના આંતરરાષ્ટીય આતંકવાદનું કેન્દ્ર છે. એવું એક બેનર લગાવવામાં આવ્યું હતું. એક દિવસ પહેલાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
'પાક. સેના આંતરરાષ્ટીય આતંકવાદનું કેન્દ્ર', જિનેવામાં લાગ્યાં બેનર - જિનેવામાં બ્રોકન ચેયર સ્મારક પાસે પાકિસ્તાન સેના આંતરરાષ્ટીય આતંકવાદના કેન્દ્ર
સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદનું 43મુ સત્ર યોજાયું હતું. તે દરમિયાન જિનીવામાં બ્રોકન ચેયર સ્મારક પાસે પાકિસ્તાન સેના આંતરરાષ્ટીય આતંકવાદના કેન્દ્ર છે એવું એક બેનર લગાવવામાં આવ્યું હતું.
જિનેવા
આનો જવાબ આપતા વરિષ્ઠ ભારતીય રાજનૈતિક વિકાસ સ્વરૂપે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. જેની સાથે વિદેશ મંત્રાલય સચિવ વિકાસ સ્વરૂપે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતે 5 ઓગષ્ટના અનુચ્છેદ-370 હેઠળ જમ્મુ-કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જો હટાવીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધો હતો.