હુબેઈ: ચીનમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે મૃત્યુઆંક 900ને પાર પહોંચી ગયો છે. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 40,000થી વધુ થઈ હોવાનું ચીનના આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
ચીનમાં કોરોનાનો કેર, 24 કલાકમાં 97ના મોત, મૃત્યુઆંક 908, હજુ 40 હજારને ઈન્ફેક્શન - corono virus
ચીનમાં કોરોના વાયરસના કારણે શનિવારે 89 લોકોના મોત થયા હતા અને રવિવારે પણ 97 લોકોના મોત થવાના કારણે મોતનો આંક 900ને પાર કરી ચૂક્યો છે. અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 40,505ની પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 3,300 લોકોને કોરોના વાયરસમાં સારવારથી રાહત મળી છે.
WHOના આરોગ્ય ઇમરજન્સી પ્રોગ્રામના વડા માઇકલ રાયને જિનીવામાં એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, હુબેઈથી નોંધાયેલા કેસોની સંખ્યામાં સ્થિરતા આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વડાએ શનિવારે કહ્યું હતું કે, બેજિંગ તરફથી પ્રતિસાદ મળતાં સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી ચીનને આંતરરાષ્ટ્રીય મિશન મોકલશે.
WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ધેબ્રેયસિયસે કહ્યું કે, ટીમ લીડર બાકીના નિષ્ણાતોને અનુસરવા માટે આવતા અઠવાડિયાની શરૂઆતમાં રવાના થશે. UNની આરોગ્ય એજન્સીએ કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સ્થિર થઈ રહી છે, જે સારા સમાચાર છે.