ગુજરાત

gujarat

ETV Bharat / international

કુવૈતમાં ઇમિગ્રન્ટ કોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી, 8 લાખ ભારતીયો પર દેશને છોડવાનો ખતરો - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

કુવૈતમાં વિદેશી કારીગરોને લઇને ઇમિગ્રન્ટ કોટા બિલ લાવવામાં આવી રહ્યું છે, જેથી આ ખાડી દેશમાં વિદેશી કારીગરોની સંખ્યામાં કાપ કરવામાં આવશે.

8 lakh Indians may be forced to leave after Kuwait approves Expat quota bill
8 lakh Indians may be forced to leave after Kuwait approves Expat quota bill

By

Published : Jul 6, 2020, 10:15 AM IST

કુવૈતઃ કુવૈતમાં વિદેશી કારીગરોને લઇને ઇમિગ્રન્ટ કોટા બિલ લાવવામાં આવી રહ્યું છે, જેથી આ ખાડીમાં દેશમાં વિદેશી કારીગરોની સંખ્યામાં કાપ કરવામાં આવશે. આ બિલના ડ્રાફ્ટને કુવૈતની નેશનલ અસેમ્બલીની કાયદાકીય અને ધારાસભ્ય સમિતિએ સંવેધાનિક પણ કરાર આપ્યો છે.

જો કે, આ બિલને અત્યારે પણ એક અન્ય સમિતિ દ્વારા વીટો કરવામાં આવશે, પરંતુ તો પણ ભારતીયોની ચિતાઓ વધી છે. જો કે, કુવૈતમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરે છે. એવામાં જો આ બિલ પાસ થાય છે, તો લગભગ 7થી 8 લાખ ભારતીય કારીગરોને પોતાની નોકરી ગુમાવવી પડશે.

કુવૈતમાં પ્રવાસીઓની સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. આ બિલમાં કુવૈતની 48 લાખ આબાદીમાં ભારતીયોની મોટી સંખ્યાને 15 ટકા કરવાનો પ્રસ્તાવ છે. હાલ કુવૈતમાં ભારતીયોની આબાદી 14.5 લાખની નજીક છે અને 15 ટકા કોટાનો મતલબ હશે કે, માત્ર 6.5થી 7 લાખ ભારતીય જ કામ કરી શકશે.

વધુમાં જણાવીએ તો એવું નથી કે, આ બિલ માત્ર ભારતીયો માટે છે, આમાં અન્ય વિદેશી નાગરિકોએ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ બિલમાં મિસ્ત્રના લોકોની આબાદીને પણ કુલ આબાદીના 10 ટકા કરવાનું પ્રાવધાન છે. કુવૈતમાં પ્રવાસી કારીગરોની બીજી મોટી સંખ્યા મિસ્ત્રના લોકોના છે. કુવૈત ભારત માટે વિદેશોથી મોકલેલા ધનનો એક શીર્ષ સ્ત્રોત પણ છે. 2018માં કુવૈતથી ભારતમાં 4.8 બિલિયન ડૉલર ધન મોકલવામાં આવ્યું હતું.

કુવૈત દ્વારા આ બિલ માટે લાવવામાં આવી રહ્યું છે, કારણ કે, કુવૈતના નાગરિક પોતાના જ દેશમાં અલ્પસંખ્યક થયા છે. આ સાથે જ કુવૈત વિદેશી કારીગરો પર પોતાની નિર્ભરતા પણ ઓછી કરવા ઇચ્છે છે. કુવૈતની આબાદી લગભગ 43 લાખ છે, જેમાં એકલા પ્રવાસીઓની સંખ્યા જ 30 લાખ છે. આ બિલને આધારે જોવામાં આવી રહ્યું છે કે, કુવૈત હવે પ્રવાસી અલ્પસંખ્યક દેશ રહેવા ઇચ્છતો નથી. આ ઉપરાંત કોવિડ-19 અને ઇંધણની ઘટતી કિંમતો પણ અમુક કારણ છે, જેને લીધે કુવૈતે આ બિલ લાવવા માટે મજબૂર થવું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details