ઈસ્લામાબાદ: પાકિસ્તાનના કરાચીમાં ગેસની લપેટમાં આવવાથી 6 લોકોનાં મોત થયાં છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, ઝેરી ગેસની લપેટમાં આવવાથી ઘણા લોકોએ શ્વાસ સબંધી ફરિયાદ કરી છે. જો કે, આ ઘટના બનવા પાછળનું કારણ હજુ સુધી પોલીસ શોધી શકી નથી.
પાકિસ્તાનના કરાચીમાં ઝેરી ગેસની અસરથી 6 લોકોનાં મોત - ઈસ્લામાબાદ ન્યૂઝ
પાકિસ્તાનના દક્ષિણી શહેર કરાચીમાં ઝેરી ગેસની લપેટમાં આવવાથી 6 લોકોનાં મોત થયાં છે. જ્યારે ઘણા બધા બેભાન થયા છે.

પાકિસ્તાનમાં ઝેરી ગેસની લપેટમાં આવવાથી 6 લોકોનાં મોત
એવી શંકા છે કે, કેમરી જેટી પર લંગર કરેલા કાર્ગો જહાજમાંથી કેમિકલ ઉતારતી વખતે ગેસ લિક થયો હતો. સિંધ પ્રદેશના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહે ઘટના અંગે માહિતી મેળવીને અધિકારીઓ પાસેથી અહેવાલ માગ્યો છે.