ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાન: બાઇક વિસ્ફોટમાં 5ના મોત, 10 ઘાયલ - પાકિસ્તાનમાં વિસ્ફોટ

પાકિસ્તાનના એક શહેરમાં બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટમાં લગભગ પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

બ્લાસ્ટ
બ્લાસ્ટ

By

Published : Aug 10, 2020, 5:25 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ચમન શહેરના માલ રોડ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં લગભગ પાંચ લોકોનાં મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે.

તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટની તપાસ કરવા માટે પોલીસ અધિકારીઓની એક વધારાની ટુકડી સ્થળ પર રવાના કરવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, રસ્તાની બાજુમાં પાર્ક કરેલી મોટરસાયકલમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે નજીકમાં વાહનો, દુકાનો અને મકાનોને નોંધપાત્ર નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details