બેઝિંગ: ચીનના ઉત્તર પૂર્વી શહેર તંગશાનમાં રવિવારે 5.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો. કોઇ જાનહાનીના સમાચાર નથી. ચીનની સમાચાર એજન્સીએ આ જાણકારી આપી હતી કે, ભૂંકપના કારણે બેઝિંગથી 160 કિલોમીટર દૂર સ્થિત તંગશાન જતી રેલ સેવાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. તેમજ નુકસાનની આશંકાથી ટ્રેકની તપાસ કરવામાં આવી રહી છે.
ચીનના તંગશાનમાં 5.1 તીવ્રતાના ભૂંકપના આંચકા અનુભવાયા - NEWS IN Earthquake
ચીનના ઉત્તર-પૂર્વી શહેર તંગશાનમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

5.1 ની તીવ્રતાના ભૂકંપથી ચીનને ઝટકો લાગ્યો; બેઇજિંગમાં આંચકા અનુભવાયા
ચીન ભૂંકપ નેટવર્ક કેન્દ્રએ જણાવ્યું કે, ભૂંકપ સવારે 6:38 મિનિટ પર આવ્યો હતો, ત્યારબાદ 7 વાગીને 2 મિનિટ પર 2.2ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. તમને જણાવી દઇએ કે, ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફતમાં તંગશાનમાં 1976માં આવેલો ભૂકંપ હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા 2,42,000 લોકો માર્યા ગયા હતાં.