- ચુંટણી વિરોધી પ્રદર્શનને લઈ 1,837 લોકો હજુ અટકાયતમાં
- 22 નાગરિકો મૃત્યુ પામ્યા, 20થી વધુ ઘાયલ
- બગોમાં બેનાં મોત, 19ને ઇજાગ્રસ્ત
નાયપિતાવ(મ્યાનમાર): રવિવારે મ્યાનમારમાં સુરક્ષા દળોએ ચૂંટાયેલી સરકારના પુન:સ્થાપન માટે હાકલ કરી રહેલા પ્રદર્શનને રોકવા માટે વિરોધીઓ સામે કડકાઈ વધારતા ઓછામાં ઓછા 38 લોકો માર્યા ગયા હતા. અસોશિએશન ફોર પોલીટીકલ પ્રીસનર્સના એક ગ્રુપના મતે, 126 લોકો આ પ્રદર્શનમાં મૃત્યુ પામ્યા છે અને આ આંકડો દિવસો જતાં વધતો જાય છે.
લશ્કરી બળવાના પ્રયાસ માટે 2,156 લોકોની ધરપકડ
AAPP એ 14મી માર્ચ સુધી આપેલી અપડેટ અનુસાર, 1 ફેબ્રુઆરીએ લશ્કરી બળવાના પ્રયાસના સંબંધમાં કુલ 2,156 લોકોની ધરપકડ કરવામાં આવી છે, આરોપ મૂકવામાં આવ્યો છે અથવા શિક્ષા આપવામાં આવી છે. કુલ 1,837 લોકો હજુ અટકાયતમાં છે અથવા બાકી આરોપીઓ ધરપકડની તૈયારીમાં છે. જૂથે કહ્યું કે, જીવંત દારૂગોળોનો ઉપયોગ હલાઇંગ થેરિયાર, શ્વે પાઇ થાર, દક્ષિણ ઓક્કલાપા, ઉત્તર ઓક્કલાપા, ઉત્તર ડેગન, દક્ષિણ ડેગન, થિંગાગ્યુન, તામ્વે, કી માયિન ટાઈન ટાઉનશીપ્સ, યાંગોન ક્ષેત્ર, બગો સિટી, મંડલે સિટી, કાયહ રાજ્યમાં, કાચિન રાજ્યમાં હાપકાંત, લોઇકાવમાં વિરોધ પ્રદર્શિત કરનારા લોકો ઉપર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મ્યાનમાર ચૂંટણીમાં શાસક પક્ષ એનએલડીએ બહુમતી મેળવવાનો દાવો કર્યો
લોકો સાથે મિલકતને પણ પહોંચાડ્યુ નુકસાન
જુથે વધુમાં જણાવ્યું હતું કે, યાંગોનના હલાઇંગ થાર યારમાં જંતા સૈન્ય દ્વારા મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડાયુ હતું, જેને કારણે યુદ્ધના મેદાન જેવો માહોલ સર્જાયો હતો . હાલના પુષ્ટિ કરેલા દસ્તાવેજો મુજબ, 22 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 20થી વધુ ઘાયલ થયા છે, જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેમ છતાં જંતા સૈન્યએ શેરીઓ અને વોર્ડ છોડ્યા ન હતા ઉપરાંત આસપાસની મિલકતને પણ ભારે નુકસાન પહોંચાડી તેને બાળવાના પ્રયાસો કર્યા હતાં.
બગોમાં પણ તેવી જ પરિસ્થિતી જોવા મળી
બગોમાં પણ આ જ રીતે ઘર્ષણ સર્જાયુ હતું, જેના પરિણામે એક મહિલા સહિત બે લોકોનાં મોત અને 19ને ઈજાઓ થઈ હતી, મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જંતા સૈન્યએ તેના મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હતો, ત્યારબાદ તેને કચરા વડે ઢાંકી રહેવાસીઓને આ અંગે જાણકારી આપી હતી. નિ:શસ્ત્ર વિદ્યાર્થીઓ અને યુવાનો સામે ગોળીબાર વધુ તીવ્ર બનતાં કેટલાક ટાઉનશિપ્સ અને કારખાનાઓ સહિત ખાતાકીય કચેરીઓને પણ જંતા સૈન્ય દ્વારા સળગાવવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં વિરોધીઓ મ્યાનમારની સડકો પર ઉતર્યા
આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકારને સત્તાથી હટાવ્યા પછી 1 ફેબ્રુઆરીના બળવા દરમિયાન લશ્કરી સત્તા પર કબજો કર્યો ત્યારથી મોટી સંખ્યામાં વિરોધીઓ મ્યાનમારની સડકો પર ઉતરી આવ્યા છે. વિરોધની આ લહેરને શાંત કરવા માટે સુરક્ષા દળો મેદાને ઉતરી આવ્યા હતાં. લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારને પુન:ર્સ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધતા હોવા છતાં મ્યાનમારની જનતાએ આ નિંદાની અવગણના કરી છે અને દેશના ગેરકાયદેસર ટેકઓવર સામેના વિરોધને હિંસક રીતે દબાવવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક કાયદા ઘડનારા ધારાસભ્યોએ સૈન્યને આતંકી સંગઠન તરીકે નિયુક્ત પણ કરી દીધું છે.
આ પણ વાંચો:મ્યાનમારના સૈનિકોએ રોહિંગ્યા વિરુદ્ધ અત્યાચારની પુષ્ટિ કરી : માનવાધિકાર જૂથ