અંકારા: સિરિયાના ઉત્તર પશ્ચિમમાં ઈદલિબ શહેરમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં 33 તુર્કી સૈનિકોનું મોત થયું છે. આ હુમલો સિરિયન એરફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. સિરિયન વાયુસેનાએ હુમલો કર્યાની પુષ્ટિ તુર્કીના સરહદી વિસ્તારના ગવર્નર રહેમી દોગન દ્વારા કરવામાં આવી હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ફેલાઈ ગયો હતો.
સિરિયામાં સિરિયન એરફોર્સના હવાઈ હુમલામાં તુર્કીના 33 સૈનિકોના મોત - Turkish soldiers killed
સિરિયાના ઉત્તર પશ્ચિમમાં ઈદલિબ શહેરમાં હવાઈ હુમલામાં 33 તુર્કી સૈનિકોના મોત છે. આ હુમલો સિરિયન એરફોર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. સિરિયન વાયુસેનાએ હુમલો કર્યાની પુષ્ટિ તુર્કીના સરહદી વિસ્તારના ગવર્નર રહેમી દોગન દ્વારા કરવામાં આવી હતી. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ફેલાઈ ગયો હતો.
સિરિયામાં હવાઈ હુમલા
મળતી માહિતી મુજબ સિરિયન સેનાને રશિયન સેનાનું સમર્થન છે. નાટોના વડા જેન સ્ટોલ્ટેનબર્ગે અસદ સરકાર અને રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. ઉત્તર-પશ્ચિમ ઈદલિબમાં આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે બળવાખોર સમર્થક અંકારા અને દમાસ્કસના સહયોગી અને મોસ્કો વચ્ચે તણાવ વધ્યો છે. નાટોના વડા જેન સ્ટોલ્ટેનબર્ગના પ્રવક્તાએ કહ્યું કે, નાટોના વડાએ તમામ પક્ષોને આ ભયાનક પરિસ્થિતિને સુધારવા વિનંતી કરી છે.