સીરિયાઈ શાસન દ્વારા ઈદલિબ વિસ્તારમાં કરવામાં આવેલા હવાઈ બોમ્બમારામાં 23 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. જેમાં ઘણાની હાલત ગંભીર છે.
જેહાદીના અંકુશ હેઠળના ઈદલિબ વિસ્તારમાં મહિનાઓથી પહેલાની સમજુતીથી ઘર્ષણ ખતમ થઈ પરિસ્થિતિ કાબુમાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતું તેનાથી વિપરિત સતત બોમ્બવર્ષા ચાલુ છે.
સીરિયન ઓબ્જર્વેટ્રી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા મુજબ, મંગળવારે આ હુમલામાં 30 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત અંત્યત ગંભીર છે.
સંગઠનના જણાવ્યા મુજબ, હુમલામાં તલમનાસ ગામમાં એક જ પરિવારના 7 સદસ્યોના મોત નિપજ્યા હતા. જ્યારે બદામા વિસ્તારમાં 4 લોકોના મૃત્યું થયુ હતું. જેમાં હ્વાઈટ હેલ્મેટ્સે રેસ્ક્યું ઓર્ગેનાઈજેશનનાં 3 બાળકો અને પત્નીનો સમાવેશ થાય છે.
હ્વાઈટ હેલ્મેટ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મકાનના કાટમાળમાંથી તેના પરિવારજનોના મૃતદેહ બહાર કાઢી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માસરાન ગામમાં આ પ્રકારના હુમલામાં 6 નાગરિકના મોત નિપજ્યા હતા.