ગુજરાત

gujarat

ETV Bharat / international

2022 Grammy Awards postponed: 'ગ્રેમી એવોર્ડ્સ' સમારંભ વધતા ઓમિક્રોન કેસ વચ્ચે મુલતવી રાખવામાં આવ્યો - ગ્રેમી એવોર્ડ્સ કેલિફોર્નિયા

ગયા વર્ષે પણ કોવિડ-19ને લઈને ચિંતાઓને કારણે ઈવેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી. 2021 માં, તે જાન્યુઆરીમાં મુલતવી રાખવામાં આવ્યું હતું અને માર્ચના મધ્યમાં લોસ એન્જલસના 'કન્વેન્શન સેન્ટર' ખાતે 'ગ્રેમી એવોર્ડ્સ' (Angeles 'Convention Center' )સમારંભ યોજવામાં આવ્યો હતો. ગ્રેમી ઉપરાંત, ઘણા મોટા એવોર્ડ( Grammy Awards' Ceremony)સમારંભો પણ ગયા વર્ષે મુલતવી રાખવામાં( 2022 Grammy Awards postponed)આવ્યા હતા.

2022 Grammy Awards postponed: 'ગ્રેમી એવોર્ડ્સ' સમારંભ વધતા ઓમિક્રોન કેસ વચ્ચે મુલતવી રાખવામાં આવ્યો
2022 Grammy Awards postponed: 'ગ્રેમી એવોર્ડ્સ' સમારંભ વધતા ઓમિક્રોન કેસ વચ્ચે મુલતવી રાખવામાં આવ્યો

By

Published : Jan 6, 2022, 4:41 PM IST

લોસ એન્જલસ: કેલિફોર્નિયામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ'ઓમિક્રોન'ના વધતા કેસ (Omicron cases in Callifornia) વચ્ચે બુધવારે લોસ એન્જલસમાં યોજાનાર ગ્રેમી એવોર્ડ સમારોહને મોકૂફ (Grammy Awards in Los Angeles postponed)રાખવામાં આવ્યો હતો. આ સમારોહ 31 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે યોજાવાનો હતો. સમારોહની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

ઇવેન્ટને મુલતવી રાખવાનો નિર્ણય

રેકોર્ડિંગ એકેડેમીએ જણાવ્યું હતું કે ઇવેન્ટને મુલતવી રાખવાનો નિર્ણય( 2022 Grammy Awards postponed) શહેર અને રાજ્યના અધિકારીઓ, આરોગ્ય અને સુરક્ષા નિષ્ણાતો, કલાકાર સમુદાય અને અમારા ઘણા સાથીદારો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી લેવામાં આવ્યો હતો. રેકોર્ડિંગ એકેડેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓમિક્રોનના કારણે 31 જાન્યુઆરીના રોજ ઈવેન્ટનું આયોજન કરવામાં ઘણું જોખમ હતું.

ઘણા મોટા એવોર્ડ સમારંભો પણ ગયા વર્ષે મુલતવી

ગયા વર્ષે પણ કોવિડ-19 સંબંધિત ચિંતાઓને કારણે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો. 2021 માં, તે જાન્યુઆરીમાં મુલતવી રાખવામાં આવ્યું હતું અને માર્ચના મધ્યમાં લોસ એન્જલસના 'કન્વેન્શન સેન્ટર' માં યોજવામાં આવ્યું હતું. ગ્રેમી ઉપરાંત, ઘણા મોટા એવોર્ડ સમારંભો પણ ગયા વર્ષે મુલતવી રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃપાકિસ્તાનના ચીફ જસ્ટિસે જો આરોપી કોર્ટમાં હાજર નહીં થાય તો ઈમરાનને સમન્સ આપવાની ચેતવણી આપી

આ પણ વાંચોઃForest area Jamphara: ઉત્તર નાઇજીરીયામાં બંદીમાં રાખેલા 100 લોકોને આઝાદ કર્યા

ABOUT THE AUTHOR

...view details