ગુજરાત

gujarat

By

Published : May 20, 2020, 10:41 AM IST

ETV Bharat / international

પાકિસ્તાન: દરગાહ પર હુમલાના કેસમાં બે આતંકીઓને મોતની સજા

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે દરગાહ પર થયેલા હુમલાના કેસમાં બે આતંકીઓને મોતની સજા સંભળાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ દ્વારા નાદિર અલી અને ફુરકાનની ઓળખ થઈ હતી.

પાકિસ્તાન: દરગાહ પર હુમલાના કેસમાં બે આતંકીઓને મોતની સજા
પાકિસ્તાન: દરગાહ પર હુમલાના કેસમાં બે આતંકીઓને મોતની સજા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સોમવારે સિંધ પ્રાંતમાં દરગાહ પર થયેલા હુમલામાં બે આતંકવાદીઓને ફાંસીની સજા સંભળાવી છે. આ હુમલામાં 82 સુફી ભક્તો માર્યા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર નાદિર અલી અને ફુરકાનની ઓળખ સીસીટીવી ફૂટેજ માધ્યમથી પ્રત્યક્ષદર્શી અને ન્યાયિક મેજિસ્ટ્રેટ મુસ્તાક અલી જોખીયો દ્વારા મળી હતી.

બંને આતંકવાદીઓને સિંધ પ્રાંતના સેહવાન શરીફ વિસ્તારમાં 2017 ના હુમલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 16 ફેબ્રુઆરી, 2017 ના રોજ સેહવાન શરીફના લાલ શાહબાઝ કલંદર દરગાહ પર થયેલા આતંકી હુમલામાં 82 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

આતંકવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ' એ આ હુમલાની જવાબદારી લીધી હતી. સુફી મુસ્લિમો ધમાલ સમારોહના આયોજન માટે એકઠા થઈ રહ્યા હતા. ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

સલાફી વિચારધારાના ઇસ્લામિક સ્ટેટ, તાલિબાન અને અલ કાયદા જેવા આતંકવાદી જૂથો સૂફી મુસ્લિમોને ઇસ્લામ વિરોધી માને છે. દરગાહની દેખરેખ રાખતા લોકોએ પણ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ એકબીજાને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details