- તાલિબાનોએ કાબુલ એરપોર્ટની બહાર લગભગ 150 લોકોનું અપહરણ કર્યું
- વિમાન ઇંધણ માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું
- નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે કાબુલ એરપોર્ટ પર લવાઇ રહ્યા છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદથી મોટાભાગના દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, તાલિબાનોએ કાબુલ એરપોર્ટની બહાર લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીયો છે. જો કે, સૂત્રો દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ સંદર્ભે કોઈ ટિપ્પણી કરી નથી. તે જ સમયે, સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તમામ ભારતીયો સુરક્ષિત છે.
આ પણ વાંચો- 85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના
C-130J પરિવહન વિમાને 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી
શનિવારે, ભારતીય વાયુસેનાનું C-130J પરિવહન વિમાને 85થી વધુ ભારતીયો સાથે કાબુલથી ઉડાન ભરી હતી. આ ઘટના તેના પછી બતાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તાલિબાન લડવૈયાઓએ લગભગ 150 લોકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગે ભારતીય છે. શનિવારે અપહરણની ઘટના અંગે અફઘાનિસ્તાનના અનેક મીડિયાએ અહેવાલ આપ્યો છે.
અમેરિકી સેના હજુ પણ કાબુલ એરપોર્ટ પર ઉભી છે