આ ભૂકંપનું કેન્દ્ર 28.34 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ તથા 104.90 ડિગ્રી પૂર્વી દેશાંતર પર 16 કિલોમીટર અંદર દાખલ થયું હતું. ચેંગનિંગના બે હોસ્પિટલોમાં 53 લોકોના સારવાર હેઠળ છે.જેમાંથી બે લોકોની હાલત વધુ ગંભીર છે અને અન્ય 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
ચીનમાં 6ની તીવ્રતાનો ભૂકંપઃ 12ના મોત, 125 ઘાયલ - earthquake
ન્યૂઝ ડેસ્ક: ચીનના સિચુઆનમાં ભૂકંપમાં 12લોકોના મૃત્યું થયા હતા તેમજ 125 લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપ રાત્રે 10.55 વાગ્યે આવ્યો હતો. જે 6.0ની તીવ્રતાનો હતો. ચીનના સિચુઆનમાં આવેલા ભૂંકપના બે ઝાટકામાં 12લોકોના મોત થયા છે, જ્યારે 125 લોકો ઘાયલ થયા છે. ચીનના ભૂકંપ કેન્દ્ર (CENC)ના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમયાનુસાર યિબિન શહેરના ચાંગિંગ કાઉન્ટીમાં સોમવારે રાતે 10.55 કલાકે પહેલી વખત 6ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.

ફાઇલ ફોટો
CENCએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર 28.37 ડિગ્રી ઉત્તરી અક્ષાંત તથા 104.89 ડિગ્રી પૂર્વી દેશાંતર પર દાખલ થયું છે.