ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લાહોરમાં પરફ્યુમની ફેક્ટરીમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી હતી. આ આગના અકસ્માતમાં બે મહિલા સહિત 11 લોકોનાં મોત નિપજ્યાં હતાં. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ માહિતી જાણવા મળી હતી. એક રિપોર્ટ અનુસાર, આગને કાબૂમાં લેવા માટે 10 ફાયર એન્જિન મૂકવામાં આવ્યા હતાં, જોકે થોડી વારમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી.
પાકિસ્તાનમાં પરફ્યુમની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 11ના મોત
પાકિસ્તાનની એક પરફ્યુમ ફેક્ટરીમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આગ લાગી હતી. આ ઘટનામાં 11લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પાકિસ્તાનની પરફ્યુમની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 11 લોકોનાં મોત
આ અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરના શાહદારા વિસ્તારમાં બની હતી. જેમાં બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે બિલ્ડિંગની છત ધરાશાયી થઈ હતી અને અન્ય બાંધકામોને પણ નુકસાન થયું હતું. આ ઘટના સમયે 15 લોકો હાજર હતા, જો કે આસપાસના લોકોએ કહ્યું કે, તેઓ જાણતા નહોતા કે અહીં પરફ્યુમ બનાવવામાં આવે છે. આગ લાગ્યા બાદ જાણવા મળ્યું કે, ત્યાં પરફ્યુમ બનાવવામાં આવતું હતું, પહેલા ત્યાં કપડાનું કામકાજ થતું હતું.