કોલંબો: શ્રીલંકાના નૌકા દળે 11 ભારતીય માછીમારોની ધરપકડ કર્યાની માહિતી નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ આપી છે.
શ્રીલંકન નેવીએ 11 ભારતીય માછીમારોની ધરપકડ કરી - sri lanka and India relation
શ્રીલંકન નેવીએ 11 ભારતીય માછીમારોની તેમના સમુદ્રી વિસ્તારમાં માછલી પકડવા બદલ ધરપકડ કરી છે.
શ્રીલંકામાં 11 ભારતીય માછીમારોની કરી ધરપકડ
શ્રીલંકાની નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારોને શનિવારે અલાનાથિવુ દ્વીપના ઉત્તર તટ પરથી પકડી પાડ્યા છે અને તેમની ત્રણ બોટ પણ કબ્જામાં લીધી છે. શ્રીલંકાના નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, માછીમારો અને તેમની બોટ તટીય સંરક્ષણ વિભાગ થકી જાફના, મત્સ્ય નિર્દેશાલયને સોંપી દેવાશે.
મહિનાથી કરાઈ રહે દેખરેખના કારણે શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછલી પકડનારા ભારતીય માછીમારોમાં ઘટાડો નોંધાયો છે.