- સેનાએ ફૈઝાબાદ, બદકશાં અને તાલિકનમાં તાલિબાનના હુમલાઓને નિષ્ક્રિય કર્યા છે
- સૈન્ય કાર્યવાહીમાં 210 આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા છે
- અફઘાન સેનાએ તાલિબાન સામે કડક વલણ અપનાવીને મોટી કાર્યવાહી કરી
કાબૂલ: સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ફવાદ અમાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, અફઘાન સેનાએ તાલિબાન લડવૈયાઓ સામે નાનગઢહાર, લોગાર, ગજની, પત્ત્કિતા, કંધાર, મૈદાનવરદક, હેરાત, ફરાહ, સમનગન, તાખર, હેલમંદ, બગલાન અને કપિસા પ્રાંતોમાં સખત કાર્યવાહી કરી છે. સેનાએ ફૈઝાબાદ, બદકશાં અને તાલિકનમાં તાલિબાનના હુમલાઓને નિષ્ક્રિય કર્યા છે.
આ પણ વાંચો-ભારતની અફઘાન નીતિ
તાલિબાનના બંકરો પર બોમ્બ ફેંકવામાં આવ્યા
સેનાએ હવાઈ હુમલા દ્વારા કુંદૂઝની હદમાં તાલિબાનના બંકરોને નિશાન બનાવ્યા હતા. અહીંની અથડામણમાં 11 નાગરિકોના મોત થયા છે, જ્યારે 41 ઇજાગ્રસ્ત થયા છે.
ઘણા આતંકવાદીઓમાં 30 પાકિસ્તાનીઓ
હેલમંદ પ્રાંતમાં લશ્કરગાહ શહેરમાં તાલિબાનની જગ્યા પર હવાઈ હુમલામાં 112 આતંકવાદીઓ માર્યા ગયા. જેમાંથી 30 પાકિસ્તાનીઓ માર્યા ગયા છે. તે તમામ અલ-કાયદાના સભ્યો હતા.
તાલિબાને અત્યાર સુધીમાં 1659 લોકોની હત્યા કરી છે
સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષના પ્રથમ ત્રિમાસિકની હિંસામાં 1659 લોકો માર્યા ગયા હતા અને 3254 ઇજાગ્રસ્ત થયા હતા. બીજી બાજુ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન પ્સાકીએ નાગરિકોની જાનહાનિ પર ચિંતા વ્યક્ત કરી હતી. જો તાલિબાન વિચારે છે કે આ રીતે તેઓ વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરશે, તો તે તેમની ભૂલ છે, એમ તેમણે જણાવ્યું હતું.
તાલિબાને 24 કલાકમાં બીજી પ્રાંતીય રાજધાની કબજે કરી
તાલિબાને 24 કલાકથી ઓછા સમયમાં અફઘાનિસ્તાનની બીજી પ્રાંતીય રાજધાની કબજે કરી છે. લગભગ એક સપ્તાહની લડાઈ બાદ શનિવારે આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના જાવઝાન પ્રાંતની રાજધાની શેબર્ગન શહેર પર કબજો કર્યો છે. ટોલો ન્યૂઝે આ માહિતી આપી છે. અગાઉ શુક્રવારે તાલિબાને દક્ષિણ નિમરોજ પ્રાંતની રાજધાની ઝરંજ પર કબજો કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રનો દાવો છે કે, હિંસામાં ત્રણ લાખ અફઘાનીઓએ ઘર છોડ્યા છે
સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિએ દાવો કર્યો છે કે, તાલિબાનની હિંસાના કારણે ત્રણ લાખથી વધુ અફઘાન નાગરિકોએ પોતાનું ઘર છોડવું પડ્યું હતું. 40 હજાર લોકોએ ઈરાનમાં આશરો લીધો છે. સ્થળાંતર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચેતવણી આપી હતી કે, પરિસ્થિતિ વધુ ખરાબ થશે.
અમેરિકા તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડવા કહ્યું છે
કાબુલમાં અમેરિકી દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી બહાર પાડીને તેના લોકોને અફઘાનિસ્તાન છોડીને ઘરે પાછા જવાની સલાહ આપી છે. હિંસાના કારણે દૂતાવાસના કર્મચારીઓને પણ યુએસ પરત બોલાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો મુશ્કેલી વધી જાય તો કાબુલમાં હાજર અમેરિકન નાગરિકોને મદદ કરવી પણ મુશ્કેલ બનશે.
તાલિબાનોએ ગુરુદ્વારામાંથી ફરી નિશાન સાહિબ હટાવ્યું
અફઘાનિસ્તાનના પક્તિયામાં એક ઐતિહાસિક ગુરુદ્વારામાંથી તાલિબાન આતંકવાદીઓ દ્વારા હટાવવામાં આવેલા નિશાન સાહિબને પુનસ્થાપિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની ટીકા બાદ, તાલિબાન દ્વારા શુક્રવારે રાત્રે તેને સંપૂર્ણ આદર સાથે પાછો ખેંચી લેવામાં આવ્યો. પક્તિયાના ચમકાણી વિસ્તારમાં બનેલી આ ગુરુદ્વારા એક વખત ખુદ ગુરુ નાનક દેવ પણ જોઇ ચૂક્યા છે, તે શીખો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઇન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે જણાવ્યું હતું કે, ઘટના બાદ તેમણે ગુરુદ્વારાના પ્રાદેશિક મેનેજર સાથે વાત કરી છે. કેટલાક તાલિબાન ત્યાં પહોંચ્યા અને નિશાન સાહિબને પાછો મુક્યો અને ગુરુદ્વારાને તેમની પરંપરા મુજબ ચાલવા દેવાની સૂચના આપી.
ભારતમાં રહેતા અફઘાન નાગરિકો તેમના દેશની પરિસ્થિતિથી ચિંતિત છે
તાલિબાન આતંકિઓ દ્વારા આફઘાનિસ્તાન પર કબ્જો કરવા માટે જંગ વચ્ચે ભારતમાં શરણાર્થીનો દર્જો મેળવવા માટે પંજીકૃત અને અહિ કામ કરી રહેલા હજારો અફઘાન નાગરિકોમાં પોતાના ઘરની ચિંતા વધી છે. ત્યાં રહી રહેલા પોતાના પરિવારજનો અને સંબંધીઓને સંકટમાં જોઇને તેઓ ગભરાયેલા છે.
પિતરાઈ 26 વર્ષીય સિકંદર નસીમ અપડેટ મેળવવા માટે અફઘાનિસ્તાનના સમાચાર નિયમિત વાંચે છે
દિલ્હીમાં તેમની રેસ્ટોરન્ટમાં પરંપરાગત અફઘાન સ્વાદો પીરસતા 28 વર્ષીય હમીદ ખાન અને તેમના પિતરાઈ 26 વર્ષીય સિકંદર નસીમ અપડેટ મેળવવા માટે અફઘાનિસ્તાનના સમાચાર નિયમિત વાંચે છે. તેઓ ત્રણ વર્ષ પહેલા ભારત આવ્યા હતા, પરંતુ તેમના માતા-પિતા ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલી પંજશીર ઘાટીમાં રહે છે.
હમીદ અને સિકંદર જેવા હજારો નાગરિકો દિલ્હીના ઘણા વિસ્તારોમાં રહે છે
અત્યારે ત્યાં પરિસ્થિતિ સારી છે, પરંતુ તેઓ ઈચ્છતા નથી કે ઈતિહાસનું પુનરાવર્તન થાય. તેઓ તેમના માતા-પિતાને ભારત લાવવા માંગતા હતા, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે શક્ય નથી. હમીદ અને સિકંદર જેવા હજારો નાગરિકો દિલ્હીના ઘણા વિસ્તારોમાં રહે છે. તાલિબાન દ્વારા નાગરિકોની હત્યાના અહેવાલો ફેલાતાની સાથે જ દરેકનો ભય વધી રહ્યો છે.
આ પણ વાંચો- રિપોર્ટમાં ખુલાસો: તાલિબાન દ્વારા દાનિશ સિદ્દીકીની નિર્દયતાથી હત્યા
ભારતમાં શરણાર્થી સ્થિતિ માટે બીજા સૌથી મોટા અરજદારો
2019 માં સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થી બાબતોના હાઇ કમિશનરના જણાવ્યા અનુસાર, ભારતમાં 40,000 લોકો શરણાર્થીની સ્થિતિ માટે નોંધાયેલા છે. તેમાંથી 27ટકા અફઘાન છે. કુલ સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે અફઘાન નાગરિક આદિલા બશીરના જણાવ્યા અનુસાર, તે અફઘાનિસ્તાન છોડીને ભારત આવી હતી, જેથી તે વધુ સારું જીવન જીવી શકે. તે એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. ભારતમાં મોટાભાગના લોકોને રોજગારી મળે છે, ઘણા લોકો પોતાનો વ્યવસાય પણ શરૂ કરે છે.