- અમેરિકા હિંસાથી દુખી જસ્ટિન ટૂડો
- દેશમાં લોકતાંત્રિક પ્રકિયાઓ માટે શાંતિ અને સમ્માન પ્રબળ
- અમેરિકાએ તેમના લોકતંત્ર પર ખુબ ગર્વ કર્યો
વૉશિંગ્ટન : અમેરિકામાં યુએસ કેપિટોલ પરિસરની બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વિરોધ પ્રદર્શનને લઈ ટ્વિટર, ફેસબુક અને ઈનસ્ટાગ્રામે અમેરિકી રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુમ એકાઉન્ટ બંધ કર્યું છે.
જેને લઈ જો બાઈડને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લોકતંત્રમાં અંધકારમય ક્ષણ આવી ગઈ છે. જો બાઈડને કહ્યું કાર્યાલયો પર કબ્જો કરવા માટે વિધિવત ચૂંટાયેલા અધિકારીઓની સુરક્ષાને મુશ્કેલીમાં ખસેડવાનો વિરોધ પ્રદર્શન નથી. આ વિદ્રોહી છે. દુનિયા જોઈ રહી છે અને અન્ય અમેરિકી લોકોની જેમ હું પણ હેરાન છું કે આપણા રાષ્ટ્ર, પ્રકાશ, આશા અને લોકતંત્રના કાળો દિવસ વધુ અંધારામાં આવી ગયો છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકાએ કહ્યું કે, મહાસચિવ વોશિંગ્ટન ડીસીના યુએસ કેપિટલમાં બનેલી ઘટનાઓથી દુ:ખી છે.સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું કે, આવી સ્થિતિમાં આ મહત્વપુર્ણ છે કે, રાજનીતિક નેતા તેમના સમર્થકોને હિંસાથી દુર રહેવા અને લોકતાંત્રિક પ્રકિયા અને કાયદાના શાસનમાં વિશ્વાસ કરવા રાજી કરે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રના અધ્યક્ષ વોલ્કન બોજાકિરે ટ્વિટ કરી કહ્યું કે, વોશિંગ્ટન ડીસીના કેપિટલમાં આજે જે થયું તેનાથી ખુબ દુખી અને ચિંતિત છું. અનેરિકા વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાંથી એક છે. મારું માનવું છે કે, આ મુશ્કેલીના સમયમાં અમારા મેજબાન દેશમાં લોકતાંત્રિક પ્રકિયાઓ માટે શાંતિ અને સમ્માન પ્રબળ રહેશે.
અમેરિકા-ભારતીય સાંસદોએ દુખ વ્યક્ત કર્યું
અમેરિકામાં 4 ભારતીય-અમેરિકી સાંસદો ડો એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૃર્તિએ કેપિટલ પરિસરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હોબાળો અંગે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પના હજારો સમર્થકો કેપિટોલ પરિસરમાં પ્રવેશવાના કારણે સાંસદોને સલામત સ્થળે જવું પડ્યું હતું.