વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિશ્વ આરોગ્ય સંગઠનને ચીનના હાથની કઠપીતળી ગણાવી અને કહ્યું કે, અમેરિકા પહેલાં WHO અંગે ટૂંક સમયમાં ભલામણ લઇને જશે અને ત્યારબાદ ચીન માટે પણ આવા પગલાં લેશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસના પોતાના ઓવલ કાર્યાલયમાં પત્રકારોને કહ્યું કે, અમે ટૂંક સમયમાં એક ભલામણ લઇને જશું, પરંતુ અમે વિશ્વ આરોગ્ય સંગઠનથી ખુશ નથી.
ટ્રમ્પે કોરોના વાઇરસ ફેલાવામાં WHOની ભૂમિકાની તપાસ શરૂ કરી છે અને સંગઠન પર મહામારી દરમિયાન ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે. તપાસ શરૂ હોવાથી રાષ્ટ્રપતિ દ્વારા WHOને અમેરિકા તરફથી આપવામાં આવતી સહાય રોકી દેવામાં આવી છે.