જિનેવાઃ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) મહાનિર્દેશક ટેડ્રોસ એ. ગેર્બેયેસસે કોરોના વાઇરસ સામેની લડાઇમાં ક્રમમાં WHOની સાથે પોલિયો સર્વેલન્સ નેટવર્કને વ્યવસ્થિત કરવા માટે ભારતના સહયોગની સરાહના કરી હતી.
ગેબ્રેયેસસે બુધવારે એક પછી એક ટ્વીટ કરીને કહ્યું, 'સારા સમાચાર, ભારતના સ્વાસ્થય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય અને વિશ્વ સ્વાસ્થય સંગઠન (દક્ષિણ- પૂર્વ એશિયા)એ કોવિડ 19 સામે લડવા માટે WHOના રાષ્ટ્રીય પોલિટો સર્વેલન્સ નેટવર્ક અને અન્ય કર્મચારીઓ સાથે મળીને એક વ્યવસ્થિત પહેલ કરી છે.'
WHOના પ્રમુખે ભારતન સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને વૈશ્વિક સંકટ સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્રની સાથે તેમના નેતૃત્વ અને જોડાણ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'તેમના નેતૃત્વ માટે ડૉ. હર્ષવર્ધન અને WHOની સાથે સહયોગ માટે મારો આભાર. આ સંયુક્ત પ્રયાસોના માધ્યમથી આપણે કોરોના વાઇરસને હરાવી શકીએ છીએ અને જીવ બચાવી શકીએ છીએ.'
આ ઉપરાંત ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, 'ભારત સરકાર અને WHOએ મળીને સમગ્ર દુનિયાને પોતાની ક્ષમતા અને કૌશલ્ય બતાવ્યું છે. પુરી ઇમાનદારી અને સમર્પણ સાથે કરવામાં આવેલા કાર્યોથી આપણે પોલિયોથી છૂટકારો મેળવ્યો છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'આજે હું, તમને તમારી ક્ષમતા અને એ વસ્તુઓની યાદ અપાવા ઇચ્છું છું, જેને આપણે એક સાથે કરી શકીએ છીએ. આપણે સાથે મળીને કોરોના વાઇરસને પરાજીત કરી શકીએ છીએ અને લોકોના જીવ બચાવી શકીએ છીએ.'
વધુમાં જણાવીએ તો બુધવારે કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 12 હજાર 380 થઇ છે.