ગુજરાત

gujarat

ETV Bharat / international

વ્હાઈટ હાઉસે મેનેજમેન્ટ અને બજેટ વિભાગના પદ માટે નીરા ટંડનનું નોમિનેશન પરત લીધું

અમેરિકામાં મેનેજમેન્ટ અને બજેટ વિભાગના નિર્દેશક પદ માટે ભારતીય અમેરિકી નીરા ટંડનનું નોમિનેશન વ્હાઈટ હાઉસે પરત લઈ લીધું છે. અમેરિકામાં મેનેજમેન્ટ અને બજેટ વિભાગના નિર્દેશક પદ માટે ભારતીય અમેરિકી નીરા ટંડનના નામની પુષ્ટિ કરવા અંગે યોજાયેલી બેઠકોને બે મહત્ત્વના સેનેટ સમિતિએ અચાનક સ્થગિત કરી દીધું હતું. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, તેઓ ટંડનના નામની પુષ્ટિ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસે મેનેજમેન્ટ અને બજેટ વિભાગના પદ માટે નીરા ટંડનનું નોમિનેશન પરત લીધું
વ્હાઈટ હાઉસે મેનેજમેન્ટ અને બજેટ વિભાગના પદ માટે નીરા ટંડનનું નોમિનેશન પરત લીધું

By

Published : Mar 3, 2021, 8:46 AM IST

  • નીરા ટંડને અગાઉ અનેક નેતાઓ વિરૂદ્ધ ટ્વિટ કર્યા હતા
  • ટંડનની પુષ્ટિ માટે આવશ્યક મત મેળવવા વ્હાઈટ હાઉસનો સંઘર્ષ
  • સેનેટ બજેટ સમિતિએ ટંડનના નામની પુષ્ટિ માટે મતદાનને સ્થગિત કર્યું

વોશિંગ્ટનઃ અમેરિકામાં મેનેજમેન્ટ અને બજેટ વિભાગના નિર્દેશક પદ માટે ભારતીય અમેરિકી નીરા ટંડનના નામની પુષ્ટિ કરવા અંગે યોજાયેલી બેઠકોને બે મહત્ત્વના સેનેટ સમિતિએ અચાનક સ્થગિત કરી દીધું હતું. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, તેઓ ટંડનના નામની પુષ્ટિ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક સેનેટરે નીરા ટંડનના નામનો કર્યો વિરોધ

નીરા ટંડને પહેલા પોતાની પાર્ટીના નેતાઓ સહિત ઘણા નેતાઓ વિરૂદ્ધ ટ્વિટ કર્યા હતા, જેના કારણે રિપબ્લિકન પાર્ટીના નેતા અને કેટલાક ડેમોક્રેટિક સેનેટર તેમના નોમિનેશનનો વિરોધ કરી રહ્યા હતા. તેવામાં આ પ્રકારની અટકળો પણ લાગવા લાગી હતી કે, વ્હાઈટ હાઉસ ટંડનની પુષ્ટિ માટે આવશ્યક મત મેળવવા સંઘર્ષ કરી રહ્યું છે. સેનેટર ગૃહ સુરક્ષા અને સરકારી મામલા સંબંધી સમિતિ અને સેનેટ બજેટ સમિતિએ ટંડનના નામની પુષ્ટિ માટે બુધવારે થનારા મતદાનને અચાનક સ્થગિત કરી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details