- રાષ્ટ્રપતિ જો બાયડેને એશિયન અમેરિકનો સામેની હિંસા માટે પગલા લેવાની જાહેરાત કરી
- એશિયનો સામેના ભેદભાવ અને હિંસા સામે લડવાના ઉદ્દેશથી પહેલ શરૂ કરાઇ
- એશિયાનોની સામે હિંસા અને વિદેશીઓનો તિરસ્કાર ખોટો છે અને તેને રોકવાની જરૂર
વોશિંગ્ટન(અમેરિકા) :અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને એશિયન અમેરિકનો સામેની હિંસા અને વિદેશીઓના દ્વેષ સામે લડવા માટે વધારાના પગલાની જાહેરાત કરી છે. ગઇકાલે મંગળવારે કરવામાં આવેલી આ ઘોષણાઓમાં એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર નિવાસીઓ (AAPI) પર વ્હાઇટ હાઉસની પહેલ ફરી શરૂ કરવા અને તેને મજબૂત બનાવવાનો સમાવેશ છે. આ પહેલનો ઉદ્દેશ એશિયનો સામેના ભેદભાવ અને હિંસા સામે લડવાનો છે.
એશિયા વિરોધી ગુનાઓનો સામનો કરવા ન્યાય વિભાગમાં પહેલ શરૂ કરાશે
બિડેને ટ્વિટ કર્યું હતું કે, 'અમે એશિયન અમેરિકનો સામે વધી રહેલા હિંસાની વચ્ચે મૌન બેસી શકતા નથી. તેથી આજે હું એશિયા વિરોધી ગુનાઓનો સામનો કરવા ન્યાય વિભાગમાં પહેલ શરૂ કરવા સહિત વધારાના પગલા લઈ રહ્યો છું. આ હુમલા ખોટા છે, અમેરિકાની ભાવના વિરુદ્ધ છે અને તેને રોકવા પડશે. બિડેને કહ્યું કે, એશિયાનોની સામેની હિંસા અને વિદેશીઓનો તિરસ્કાર ખોટો છે અને તેને રોકવાની જરૂર છે. તેમણે એશિયન અમેરિકનો સામેના તિરસ્કારની ભાવનાને સમાપ્ત કરવા માટે કોવિડ-19 ફેરનેસ ટાસ્ક ફોર્સ સમિતિની રચનાની પણ જાહેરાત કરી.
આ પણ વાંચો : અમેરિક રાષ્ટ્રપતિ ચૂંટણીઃ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર જાહેર