ઓરેગન: અમેરિકાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. અધિકારીઓએ ગયા અઠવાડિયામાં જણાવ્યું હતું કે, એશલેન્ડ વિસ્તારમાં જંગલમાં આગ લાગી હતી. જેમાં લગભગ 50થી વધુ લોકો ગુમ થયા હતા, જોકે જેક્સન કાઉન્ટીના શેરિફ કાર્યાલય મુજબ,આગમાં 4 લોકોના મોત થયા હતા.
અમેરિકાના જંગલોમાં ભીષણ આગ, 35 લોકોના મોત - અમેરિકાના જંગલોમાં આગ
અમેરિકાના દક્ષિણી ઓરેગનમાં ભીષણ આગ લાગી છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, કેલિફોર્નિયાથી વોશિંગ્ટન સુધી લગભગ 35 લોકોના મોતની પૃષ્ટિ થઇ છે.
જંગલોમાં ભીષણ આગ
છેલ્લા એક અઠવાડિયામાં ઓરેગનમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકો ગુમ છે અને મૃત્યુઆંક વધી શકે છે. તે જ સમયે, કેલિફોર્નિયામાં 24 અને વોશિંગ્ટનમાં એક વ્યક્તિનું મોત થયું છે.