ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2020, 10:39 AM IST

ETV Bharat / international

કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદને પરાજિત કરીશું, દુશ્મનોને માફ નહીં કરીએ: ટ્રમ્પ

વોશિંગ્ટન: ઈરાન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચેતવણી આપી છે. અમેરિકન પ્રેસિડેન્ટે જણાવ્યું છે કે, "તેઓ દેશના દુશ્મનો સામે કોઈ પણ કાર્યવાહી કરતા અચકાશે નહીં."

Donald Trump
ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની કુડ્સ ફોર્સ કમાન્ડરની હત્યાની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે ડેમોક્રેટ્સને લશ્કરી કામગીરીની અગાઉથી સૂચના આપવા બદલ તેમની મજાક પણ ઉડાવી હતી.

ઈરાન સાથે વધી રહેલા તણાવ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "જ્યાં સુધી તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ છે ત્યાં સુધી તેઓ અમેરિકાના દુશ્મનો સામે કાર્યવાહી કરતા રહેશે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે, અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે પગલાં લેવાનું ક્યારેય બંધ નહીં કરીએ."

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, "કાસિમ સુલેમાની બગદાદથી આગળ વધીને અમેરિકન દૂતાવાસો પર હુમલો કરવાનો ગંભીર ઈરાદા ધરાવતો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ડેમોક્રેટિક નિયંત્રિત ગૃહે એક ઠરાવને મંજૂરી આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ટ્રમ્પે ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહીમાં ભાગ લેતા પહેલા કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details