વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજનાર છે. ત્યારે લોકોની નજર ટ્રમ્પ પર છે કે, શું ટ્રમ્પ ફરીથી સત્તામાં આવી શકશે. ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે સીધો મુકાબલો
1992માં બિલ ક્લિંન્ટને રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશને હરાવ્યા હતા. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે સીધો મુકાબલો છે. સમાચાર મળી રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ તે પહેલાં જ જીતની ઘોષણા કરી દેશે. જોકે, અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બધા સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, આવી કોઇ યોજના બનાવવામાં આવી રહી નથી. .