ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના સામે જંગ: યુએસ એજન્સીએ ભારતને 30 લાખ યુએસ ડૉલર આપવાની કરી જાહેરાત - યુએસ એજન્સીએ ભારતને 30 લાખ યુએસ ડૉલરની સહાય

અમેરિકન સરકારે તેની સહાય એજન્સી યુએસએઆઇડી દ્વારા ભારતને કોરોના સામે લડવા માટે 30 લાખ યુએસ ડૉલર આપવાની જાહેરાત કરી છે.

USAID
USAID

By

Published : Apr 30, 2020, 6:45 PM IST

નવી દિલ્હી: યુએસ સરકારે તેની સહાય એજન્સી યુએસએઆઇડી દ્વારા ભારતમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે વધારાના 30 લાખ ડૉલરની સહાયની જાહેરાત કરી છે.

આ અગાઉ 6 એપ્રિલના રોજ યુએસએઆઇડીએ કોરોના વાઇરસ સામેની લડતમાં 29 લાખ યુએસ ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.

ભારતમાં યુએસના રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે, આ વધારાની સહાય ભારતને કોવિડ-19 સામેના યુદ્ધમાં મદદ કરશે અને ભારત અને અમેરિકા વચ્ચેની આ ભાગીદારી એ એક મહત્ત્વનું ઉદાહરણ છે.

યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસઆઈડી) એ વૈશ્વિક સ્તરે મુખ્ય સપોર્ટ એજન્સીઓમાની એક છે.

કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા યુએસઆઈડી દ્વારા ભારતને અત્યાર સુધીમાં 59 લાખ ડોલરની સહાય કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details