વોશિંગ્ટનઃ યુએસ વર્કિંગ વિઝા (USA Working Visa 2021) માટે તમારે હાલમાં ઈન્ટરવ્યુ આપવો પડશે નહીં. કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે અમેરિકાએ હાલ માટે H-1B,(US H-1B Visa 2021 ) L-1 અને O-1 વિઝા માટે ઇન્ટરવ્યુમાં છૂટ આપી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, આ વર્કિંગ વિઝા માટે હવે વ્યક્તિગત ઇન્ટરવ્યુ નહીં (US Visa Interview waiver 2021)હોય. સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પગલાં એટલા માટે લેવામાં આવી રહ્યા છે. જેથી 2022માં કોરોનાને કારણે આ વિઝા આપવાનું સરળ બની શકે.
યુએસ કોન્સ્યૂલેટમાં રુબરુ મુલાકાતની જરુર નહીં પડે
આ જાહેરાત બાદ, H-1B, (US H-1B Visa 2021 ) L-1 અને O-1 વિઝા માટે વિદેશથી અરજી કરનારા અરજદારોને હવે યુએસ કોન્સ્યૂલેટમાં રૂબરૂ મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. સામાન્ય રીતે આવા ઇન્ટરવ્યુ વિઝા ઇશ્યુ થતાં પહેલા છેલ્લા તબક્કામાં લેવામાં આવે છે. વિઝાની જે શ્રેણીઓમાં આ ઇન્ટરવ્યુમાં છૂટ (US Visa Interview waiver 2021) આપવામાં આવી છે તેમાં અમેરિકન કંપનીઓ અન્ય દેશોની પ્રતિભાઓને નોકરી માટે (USA Working Visa 2021) આકર્ષે છે. અમેરિકા તેમજ સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા સંક્રમણ (Covid-19 in US)ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કામચલાઉ ધોરણે આ રાહત જાહેર થઈ છે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અધિકારીઓને કામચલાઉ મંજૂરી આપવામાં આવી છે કે તેઓને 31 ડિસેમ્બર 2022 સુધી અમુક શ્રેણીઓમાં ઇન્ટરવ્યુમાંથી મુક્ત (US Visa Interview waiver 2021) કરવામાં આવશે. તેમાં H-1B વિઝા, (US H-1B Visa 2021 ) H-3 વિઝા, L વિઝા, O વિઝા સામેલ છે. નિવેદન અનુસાર કોરોના સંક્રમણને કારણે વિઝા પ્રોસેસિંગ ક્ષમતામાં ઘટાડો થયો છે. વૈશ્વિક યાતાયાત શરૂ થયા બાદ આ પ્રકારના અસ્થાયી પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી વિઝા માટે લાગતો સમય ઘટાડી શકાય.