વોશિંગ્ટન: વિશ્વભરમાં કોરોના વાઇરસને લીધે વિશ્વનો વિનાશ ચાલુ છે. આ વાઇરસથી સૌથી વધુ સંક્રમિત દેશ અમેરિકા છે. યુ.એસ. માં, વાયરસને કારણે 16,697 લોકોનાં મોત થયા છે.
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1,783 લોકોનાં મોત થયા છે. 4 લાખ 68 હજારથી વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે.
આ સંક્રમણને કારણે અમેરિકન અર્થતંત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને માત્ર ત્રણ અઠવાડિયામાં એક કરોડ 60 લાખ લોકો બેકાર બની ગયા છે.
ન્યૂયોર્ક મહાનગર વિસ્તારમાં 9,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 2,20,000 થી વધુ કેસ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે, કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ 95,000 લોકો મૃત્યુ પામ્યા છે.
અમેરિકામાં કોવિડ-19 ચેપના લગભગ 30 ટકા અને તેનાથી થતાં મૃત્યુના લગભગ 17 ટકા છે. જેના પગલે લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ તમામ 50 રાજ્યોમાં મહામારી જાહેર કરી દીધી છે. વિશ્વની આર્થિક રાજધાની ગણાતા ન્યૂ યોર્ક સિટીમાં માત્ર એક જ દિવસમાં 800થી વધુ લોકોનાં મોત થયા છે. તેની સાથે શહેરમાં આ ચેપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7,067 પર પહોંચી છે.
ન્યૂ યોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુમોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શહેરની હોસ્પિટલોમાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી કોવિડ-19 શહેરમાં ચરમસીમાએ પહોંચી ગયો છે. જેથી સરકારે વધુ સતર્કતાથી ઝડપથી લોકહિતમાં પગલા લેવા જોઈએ.
બેરોજગારીના છેલ્લા આંકડા દર્શાવે છે કે, બે અબજ ડૉલરનું રાહત પેકેજ પણ કોઈ ખાસ મદદરૂપ સાબિત થયું નથી. પરંતુ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આગામી મહિનાઓમાં અર્થવ્યવસ્થા ફરી સારી સ્થિતિમાં આવશે.